ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામ પાસે આવેલ રાજશ્રી પોલિફિલ કંપની દ્વારા ઝઘડિયા તાલુકાના વિવિધ ગામડાઓમાં સીએસઆર યોજના અંતર્ગત શિક્ષણ, આરોગ્ય તથા પ્રજાની પ્રાથમિક જરૂરિયાતને લગતા કામો કરવામાં આવે છે. હાલમાં વેકેશન બાદ શાળાઓ ખુલી રહી છે ત્યારે તેના સંદર્ભમાં ગુજરાત સરકારના કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ નિમિત્તે ઝઘડિયા તાલુકામાં રાજશ્રી પોલીફીલ કંપની દ્વારા તાલુકાની ૨૨ ગામોની શાળાઓમાં જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને સ્કૂલબેગ, નોટબુક સહિત અભ્યાસ ઉપયોગી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કંપની દ્વારા ૨૨ ગામોની શાળાના ૧૨૨૦ જેટલા જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને આ કીટ આપવામાં આવી હતી.આ ઉપરાંત આંગણવાડીમાં રમકડા ની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ૨૨ ગામોની શાળાઓમાં કીટ વિતરણ કાર્યક્રમ અંતર્ગત શાળાના શિક્ષકો, અધિકારીઓ, સરપંચો, ગામ આગેવાનો તથા રાજશ્રી પોલીફીલ કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઝઘડિયા તાલુકાના ઉમલ્લાની રાજશ્રી પોલિફિલ કંપની દ્વારા ૨૨ શાળાઓમાં સ્કુલબેગ અને અભ્યાસ ઉપયોગી વસ્તુઓનું વિતરણ કરાયું
Advertisement