Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના અધ્યક્ષપદે તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે સાંસદ યોગ સ્પર્ધા યોજાઈ

Share

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સયુંકત ઉપક્રમે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, ભરૂચ દ્વારા વિશ્વ યોગ દિવસ -૨૦૨૩ નિમિત્તે તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે સાંસદ યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અધ્યક્ષપદેથી સાંસદ મનસુખભાઈ વસાસાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, રમત ગમત અને યોગ બાબતે લોકજાગૃતિ તથા તેમાં પણ યોગને વિશ્વફલક પર પ્રસ્થાપિત કરવાનો સાચો યશ ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે.તંદુરસ્ત સમાજના નિમાર્ણ થકી જ તંદુરસ્ત રાષ્ટ્રનું નિમાર્ણ શક્ય બનશે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. તંદુરસ્ત રાષ્ટ્ર થકી જ આત્મનિર્ભર ભારતની સંકલ્પના સાકાર કરી શકાશે. તેમ સાંસદએ ઉમેરતા જણાવ્યું હતું.

આ ઉપરાંત સાંસદએ સ્કૂલના વિદ્યાર્થીઓને જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિ મુજબ પ્રાર્થના અને યોગ સિક્કાની બે બાજું છે. આથી તેમણે યોગમય જીવનનું નિર્માણ કરવા પણ જણાવ્યું હતું.વધુમાં તેમણે યોગથી શારીરિક તથા માનસિક વિકાસ થાય છે.આથી રોજિદા જીવનમાં યોગને પોતાની દિનચર્યામાં સામેલ કરવા પણ સાંસદએ અનુરોધ કર્યો હતો.

Advertisement

આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ પણ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, વિશ્વના ૨૦ વિકસીત રાષ્ટ્રના સમુહનું સંગઠન જી-૨૦ નું અધ્યક્ષપદ આ વખતે આપણા દેશને મળ્યું છે ત્યારે ભારત દેશની જ દેન એવા વિશ્વ યોગ દિવસને ગરિમામય ઉજવણી સાથે રોજબરોજના જીવનમાં અપનાવવાની હિમાયત કરી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, જિલ્લા પંચાયત સમિતિના અધ્યક્ષ ધમેન્દ્ર મિસ્ત્રી , જિલ્લા રમતગમત કમિટિના સેલ અધ્યક્ષ પ્રશાંતભાઈ પટેલ, તપોવન સંસ્કાર કેન્દ્રના ટ્રસ્ટી દિનેશભાઈ પંડ્યા, તપોવન સંસ્કાર કેન્દ્રના નિયામક જાગૃત્તિબેન પંડ્યા તથા મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

સુરતમાં આપના નેતાએ મહિલા કાર્યકર્તાને ધમકી આપતાં આપઘાતનો પ્રયાસ

ProudOfGujarat

ભરૂચથી વડોદરા તરફ જતી બોલેરો પીકઅપ ગાડીમાંથી લાખોની કિંમતનો શરાબનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

બોડી મસાજની આડમાં ચાલતા લોહીના વેપાર પર પોલીસે ની રેડ….જાણો ક્યાં ત્રણ વિદેશી લલના, અેક ગ્રાહક અને મેનેજરની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!