Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના કેમિકલ ઉત્પાદક સાથે ઠગાઇ કરનાર બે ઇસમો પકડાયા

Share

વડોદરાનાં વાઘોડિયા જીઆઇડીસી વિસ્તારમાં કેમિકલ બનાવતી ફેક્ટરીના એક સંચાલકને યુકેની ફાર્મા કંપનીને રોમટિરિયલ સપ્લાય કરવાના નામે રૂ. ૪૭.૪૫ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લેવાના બનાવમાં સાયબર સેલે બે ઠગને ઝડપી પાડયા છે.

વાઘોડિયા રોડના વિપુલભાઇ શાહને યુકેની મલ્ટિ નેશનલ ફાર્મા કંપનીમાં પરચેઝ મેનેજર તરીકે ડો.ડોનાન્ડે રોમટિરિયલ સપ્લાય કરવા માટે એજન્ટ તરીકે ઓફર કરી ૭૦ ટકા નફાની લાલચમાં ફસાવ્યા હતા. ડોનાલ્ડે ચંદીગઝની શર્મા એન્ટરપ્રાઇઝ આ રોમટિરિયલ સપ્લાય કરતી હોવાથી તેનો સંપર્ક કરાવ્યો હતો.ત્યારબાદ ડોનાલ્ડના કહેવા મુજબ ચંદીગઢની કંપનીને રૂપિયા ચૂકવી રોમટિરિલ લીધું હતું.

Advertisement

બીજી તરફ વિદેશી કંપનીએ ડોલરમાં પેમેન્ટ લઇ માણસ રૂબરૂ આવ્યો છે પરંતુ ડોલર કન્વર્ટ કરવામાં તેમજ જુદીજુદી સરકારી પ્રક્રિયામાં રૂપિયા ખર્ચ કરવાના નામે વિપુલભાઇ પાસેથી રૂ.૪૭.૪૫ લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા દરમિયાનમાં મોરબી પોલીસે ઠગાઇના ગુનામાં મો.ફિરદોશ મો.ઇસ્માઇલ રાજ મહંમદ શેખ અને અનાઉલ્લામીયા અશગરઅલી અબ્દુલહક્ક અંસારી(બંને રહે.લુધીયાણા,ચંદીગઢ રોડ,પંજાબ નં.૧ મૂળ બિહાર અને નં.૨મૂળ રહે.નેપાળ)ને ઝડપી પાડતાં વડોદરાના ગુનાની વિગતો ખૂલી હતી.

વડોદરા સાયબર સેલના એસીપી હાર્દિક માંકડિયાએ એક ટીમ મોકલી બંનેની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી વડોદરા લાવવાની તજવીજ કરી હતી. પોલીસની તપાસમાં બંને ઠગોએ બોગસ કંપની ઉભી કરી તેના નામના બેન્ક એકાઉન્ટમાં વિપુલભાઇના રૃપિયા ટ્રાન્સફર કરાવી ઉપાડી લીધા હતા

ઓનલાઇન ઠગાઇ કર્યા બાદ બેન્ક એકાઉન્ટમાંથી રૃપિયા ટ્રાન્સફર કરાવવા માટે બંને ઠગો બોગસ પાનકાર્ડ અને આધારકાર્ડને આધારે એજન્ટ મારફતે નેપાળથી માણસો બોલાવી એકાઉન્ટ ખોલાવતા હોવાની વિગતો ખૂલી છે.પોલીસને આવા 40 બેન્ક ખાતાની વિગતો મળતાં તેની વધુ તપાસ કરવામાં આવી રહી છે.


Share

Related posts

રાજપીપલા : આદિવાસીઓ હિન્દૂ નથી એ મુદ્દે નર્મદા ફરી વિવાદઉઠ્યો : ડેડીયાપાડાના BTP ના ધારાસભ્ય મહેશ વસાવાએ આજે પોતે હિન્દૂ નથીની વાત કરી અમે આદિવાસી છે અને રહીશુ કહ્યું.

ProudOfGujarat

માંગરોળ : વાંકલની ગ્રામસભામાં પ્રિમોન્સુન કામગીરી, ગટર રસ્તા સફાઈ, બંધ સ્ટ્રીટ લાઈટ મુદ્દે ફરિયાદો ઉઠી.

ProudOfGujarat

આમોદમાં ખેડૂતોના ઉભા પાકને નુકશાન કરતાં રખડતાં ઢોરનો ત્રાસ દૂર કરવા ખેડૂતોનું મામલતદારને આવેદનપત્ર ચાર દિવસ પહેલા ગોપાલકોએ ખેડૂતને ઢોર માર માર્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!