અંકલેશ્વર નગર શિક્ષણ સમિતિ દ્વારા નવતર અભિગમ અપનાવી ભૂતકાળમાં નગર શિક્ષણમાં શિક્ષક તરીકે ઉત્કર્ષ સેવા બજાવેલ નિવૃત શિક્ષકોને તેમના ઘરે જઈ સન્માન કરવામાં આવી રહ્યું છે ત્યારે શિક્ષિકા તરીકે ફરજ બજાવી ચૂકેલ અને 98 વર્ષ પુરા કરી 99 માં વર્ષમાં પ્રવેશ કરતા નિવૃત શિક્ષિકાનું શિક્ષણ સમિતિના ચેરમેન સહીતના સભ્યો એ તેમના ઘરે જઈને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર નગર શિક્ષણ સમિતિના નવનિયુક્ત ચેરમેન ગણેશ અગ્રવાલ દ્વારા નગર શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં ભૂતકાળમાં શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂકેલ નિવૃત શિક્ષકોની ઉત્કર્ષ સેવા બદલ તેઓના ઘરે જઈને સન્માન કરવાનો નવતર અભિગમ અપનાવ્યો છે, ત્યારે નગર શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા આ શિક્ષિકા તરીકે ફરજ બજાવી ચૂકેલ અને 1983 ના વર્ષમાં નિવૃત્ત થયેલ શાન્તાબેન પટેલ જેઓ 98 વર્ષ પૂર્ણ કરી આજરોજ 99 વર્ષમાં પ્રવેશ કરતા ચેરમેન ગણેશ અગ્રવાલ સહીત શિક્ષણ સમિતિના સભ્યો, પ્રવીણ મોદી અને અતુલ મોદી ટીચર્સ સોસાયટી ખાતે શાન્તાબેન પટેલના નિવાસ સ્થાને પહોંચી તેઓનું શાલ ઓઢાડી અને મોમેન્ટો આપી સન્માન કરી શાન્તાબેન સાથે બે ઘડી સમય વિતાવી શિક્ષક તરીકેના કાર્યભાળને યાદ કર્યા હતા.