Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદની સાબરમતી જેલમાં કાચા કામના કેદી પાસેથી ગાંજાનો જથ્થો ઝડપાયો

Share

અમદાવાદમાં સાબરમતીની નવી મધ્યસ્થ જેલના બોડીસ્કેનર રૂમમાં કાચા કામના કેદી પાસેથી મંગળવારે બપોરે ગાંજાનો જથ્થો ઝડપાયો હતો. પોલીસ તપાસમાં ગાંજાનો જથ્થો આરોપીને કોર્ટ મુદતે મળવા આવેલા ઓઢવના મનુ નામના શખ્સે આપ્યાનો ઘટસ્ફોટ થયો છે. રાણીપ પોલીસે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સાબરમતી જેલમાં જેલર તરીકે ફરજ બજાવતાં બળવંતસિંહ ઈશ્વરસિંહ રાવએ સાબરમતી જેલમાં ભગત યાર્ડમાં રાખવામાં આવેલા કાચા કામના કેદી એવા આરોપી જાવેદખાન ઉર્ફ ઠાકરે મકસુદખાન પઠાણ વિરૂદ્ધ રાણીપ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ ફરિયાદ કરી છે. જે મુજબ મંગળવારે બપોરે ફરિયાદી ડયુટી જેલર તરીકે ફરજ પર હાજર હતા. તે સમયે બપોરેના સમયે કોર્ટ મુદતથી આરોપી જાવેદખાનને જેલમાં લાવવામાં આવ્યો હતો. આરોપીને બોડી સ્કેનર રૂમમાં ચેક કરતા આંતરવસ્ત્રમાં કંઈક શંકાસ્પદ વસ્તુ છૂપાવ્યાની વિગતો જોવા મળી હતી. જેના પગલે અંગજડતી રૂમમાં આરોપીને ચેક કરવા માટે લાવતા એક ગાંજાની પડીકી મળી આવી તેમજ તેના નીચે પડેલા રૂમાલમાંથી ગાંજાની બીજી છ પડીકી મળી આવી હતી. આમ, 27.650 મીલીગ્રામ ગાંજો રૂ.157ની મત્તાનો આરોપીએ જૂદી જૂદી સાત પડીકીમાં ભર્યો હતો. પોલીસ તપાસમાં આરોપીએ જણાવ્યું હતું કે, તે જેલમાં હત્યાની કોશિષના ગુનામાં આવ્યો ત્યારે જેલમાં રહેલા ઓઢવ છોટાલાલની ચાલી ખાતે રહેતાં આરોપી મનુ ઉર્ફ મનીયા સાથે મિત્રતા થઈ હતી. આ મનુ કોર્ટ મુદતમાં મળવા આવ્યો ત્યારે ગાંજો આપી ગયો હતો. આ જથ્થો પોતાને પીવા માટે લાવ્યાનું આરોપીએ જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

રાજપીપલા ખાતે કલેક્ટર નર્મદાનાં અધ્યક્ષતા હેઠળ જીલ્લા પ્રવાસન વિકાસ સમિતિની અગત્યની બેઠક કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી, રાજપીપલા ખાતે યોજવામાં આવી.

ProudOfGujarat

ગોધરા ખાતે કોંગ્રેસ દ્વારા ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

વાપીથી સુરત આવતા 4 યુવકોએ પોલીસનું ઓળખપત્ર માગતા તેમને નગ્ન કરી ફટકાર્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!