Proud of Gujarat
FeaturedGujaratINDIA

TAT ની મુખ્ય પરીક્ષાની તારીખમાં થયો ફેરફાર, બિપરજોય વાવાઝોડાને ધ્યાને રાખી લેવાયો નિર્ણય

Share

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આજે TAT ની પ્રિલિમ્સનું પરિણામ જાહેર થયા બાદ મુખ્ય પરીક્ષા 18 મી તારીખે યાજાનાર હતી જે હવે 25 તારીખે યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બિપરજોય વાવાઝોડાને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિયોગ્યતા કસોટીની પ્રિલિમ્સ પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યુ હતું અને તેની મુખ્ય પરીક્ષા આગામી 18મીના રોજ યોજાનાર હતી ત્યારે હવે બિપરજોય વાવાઝોડાને પગલે મુખ્ય પરીક્ષાની તારીખમાં ફેરફાર થવાના સમાચાર સામે આવ્યા છે અને મુખ્ય પરીક્ષાની નવી તારીખની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ મંત્રીએ ટ્વિટ કરીને મુખ્ય પરીક્ષાની નવી તારીખની માહિતી આપી છે.

Advertisement

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 04 જૂન 2023 ના રોજ લેવાયેલી TAT ની પ્રિલિમ્સ પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યુ હતું. આ પરિણામ જાહેર થયા બાદ આગામી 4 દિવસ બાદ જ મુખ્ય પરીક્ષા યોજાનાર હતી. જોકે બિપરજોય વાવાઝોડા સ્થિતિને ધ્યાનમાં લઈને હવે આ મુખ્ય પરીક્ષા આગામી 18 મી તારીખની જગ્યાએ 25 મી તારીખના રોજ યોજાશે. આ અંગેની માહિતી રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડિંડોર દ્વારા એક ટ્વિટ કરીને આપી હતી. શિક્ષણ મંત્રીએ ટ્વિટ કરીને જણાવ્યુ હતું કે શિક્ષક અભિયોગ્યતા કસોટીની મુખ્ય પરીક્ષા તા.18/06/2023 ના રોજ યોજાનાર હતી. બિપોરજોય વાવાઝોડાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી, હવે મુખ્ય પરીક્ષા તા.25/06/2023ના રોજ યોજવાનો નિર્ણય જાહેર હિતને ધ્યાનમાં રાખી લેવામાં આવે છે.


Share

Related posts

વિસાવદર : 108 ના સ્ટાફની સરાહનીય કામગીરી

ProudOfGujarat

નર્મદા જિલ્લાના નિવાલદા ખાતે પોલીસ કોન્સ્ટેબલની ફિઝિકલ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો માટે તાલીમ કાર્યક્રમનો શુભારંભ.

ProudOfGujarat

પશ્ચિમ વિભાગીય આંતર યુનિવર્સિટી યુવક મહોત્સવમાં વિરમગામનો યુવક ભાગ લેશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!