આગામી તારીખ ૨૧ મી જૂન, ૨૦૨૩ના રોજ યોજાનાર આતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે કલેક્ટર તુષાર સુમેરા અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી.
જેમાં અધ્યક્ષસ્થાનેથી કલેક્ટરએ જણાવ્યું હતું કે ૨૧ મી જુન નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર ગુજરાતમાં ખુબ જ સફળ અને ભવ્ય અને વિશાળ સંખ્યામાં કરવાનું આયોજન કરવાનું હોવાથી ભરૂચ જિલ્લામાં જિલ્લા કક્ષાની આતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી ભવ્ય રીતે થાય તેવું આયોજન કરવા દરેક વિભાગના અધિકારીઓને સુચના આપી હતી. વધુમાં ૨૧ જુને વધુમાં વધુ લોકો આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લે તે પ્રમાણેનું આયોજન કરવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર એન આર ધાધલ, પ્રાંત અધિકારી યુ એન જાડેજા સહીત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ તથા શાળા-કોલેજના પ્રિન્સિપાલ, યોગા બોર્ડના સભ્યો તથા ધાર્મિક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.