Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ આત્મીય સંસ્કારધામ બહાર હરિભક્તો પ્રતીક ઉપવાસ પર ઉતર્યા

Share

ભરૂચના કોલેજ રોડ સ્થિત આત્મીય સંસ્કાર ધામના દ્વાર ભજન, કીર્તન, સભા અને સત્સંગ માટે બંધ કરવામાં આવતા આજે મંગળવારથી 200 થી વધુ હરિભક્તો પ્રતીક ઉપવાસ પર ઉતર્યા છે. બંધ કરાયેલા કપાટ સામે જ માંડવો, બેનરો, પ્લે કાર્ડ સાથે 200 હરિભક્તોએ ટ્રસ્ટીઓ અને પ્રમુખ સામે મોરચો ખોલ્યો છે. ટ્રસ્ટીઓ અને પ્રમુખે આત્મીય સંસ્કાર ધામનો હેતુફેર કર્યો હોય તેઓને બરખાસ્ત કરવાની માંગ સાથે ધરણાં પ્રદર્શન શરૂ કર્યા છે.

આગામી રવિવારે 10 હજાર હરિભક્તોએ ઝાડેશ્વર સાંઈધામથી ભજન કીર્તન સાથે રેલી કાઢવાનું એલાન કર્યું છે. સમગ્ર શહેરમાં રેલી ભ્રમણ કરી કોલેજ રોડ આત્મીય સંસ્કાર ધામ પોહચશે. જ્યાં હરિભક્તો માટે બંધ કરાયેલા દ્વાર ખોલવા રજુઆત કરાશે.

Advertisement

Share

Related posts

વાલિયા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ ભરૂચ…

ProudOfGujarat

નબીપુરમાં પીર ખોજનદીશા બાવાના ઉર્ષની શાનદાર ઉજવણી કરાઈ

ProudOfGujarat

સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ એ સુરત વાસીઓને ગણેશ ઉત્સવ ૨૦૨૦ નિમિત્તે નમ્ર અપીલ કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!