હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામા આવી. અધિકારીઓને કુમકુમ તિલક કરી આવકારવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય વિધિ દ્વારા તેમજ પ્રાર્થનાથી કરવામાં આવી.
કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે આંગણવાડીના બાળકોને મંચસ્થ મહાનુભાવોના વરદ્ હસ્તે વિધિવત પ્રવેશ કરાવવામા આવ્યો. નવી શિક્ષણ નીતિ પ્રમાણે બાલવાટિકાએ પ્રાથમિક શાળાનું પ્રથમ ધોરણ બન્યુ. બાલવાટિકાના બાળકોને, ધો. ૧ ના બાળકોને મંચસ્થ મહાનુભાવો દ્વારા વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો. પરીક્ષામાં શાળામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને તેમજ શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મંચસ્થ મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામા આવ્યા. દિવાન ગુલનારબીબી એ બેટી બચાવો પર સુંદર વક્તવ્ય રજૂ કર્યુ હતુ. સમારંભના અધ્યક્ષ, ગામના સરપંચ નવનીતભાઈ પટેલના વરદહસ્તે શાળાના સમારંભના બાળકોમાં રહેલ સ્કીલ બાબતે ચર્ચા કરી. મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પ્રકૃતિ જતનનો સુંદર સંદેશ પાઠવ્યો હતો તેમજ શાળાના બાળકોએ મંચસ્થ મહાનુભાવોને શાળા પરિસરની મુલાકાત કરાવી હતી. ત્યારબાદ એસ. એમ. સી બેઠકનું આયોજન કરવામાં આવ્યુ. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન શાળાના ઉપાચાર્ય નિલેશભાઈ સોલંકીએ દ્વારા કરવામાં આવ્યુ. આભારવિધિ શાળાના તેજસભાઈ એ કરી હતી.
કાર્યક્રમને અંતે શાળાના બાળકોને ભોજન આપવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં આચાર્ય પારસબેન પટેલ, શિક્ષક નિતેશભાઈ ટંડેલ, દાતા સંત સુખરામબાપુ, હાંસોટ તાલુકા સંગઠન મંત્રી અલ્પેશભાઈ પટેલ, તલાટી ધર્મિષ્ઠાબેન રોહિત, એસ. એમ. સી અધ્યક્ષ વનિતાબેન પટેલ, એસ. એમ. સી પરિવાર, આંગણવાડી કાર્યકર હેમલતાબેન પટેલ, મીનાક્ષીબેન પટેલ, આશાવર્કર વીણાબેન પટેલ મધ્યાહન ભોજન પરિવાર આશાબેન પટેલ, સુમનબેન પટેલ શાળાના વાલીમિત્રો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો
Advertisement