Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમા Y-20 અન્વયે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા શાંતિ પદયાત્રા યોજાઈ.

Share

ભારત સરકાર યુવા કાર્યક્રમ એવં ખેલ મંત્રાલયના સહયોગથી બ્રહ્માકુમારીઝ સાથે મળીને ચલાવવામાં આવી રહેલ આંતરરાષ્ટ્રીય અભિયાન Y20 કાર્યક્રમ (સ્વાસ્થ્ય, તંદુરસ્તી અને ખેલ – યુવાઓ માટે એજન્ડા) થીમ પર બ્રહ્માકુમારીઝ નડિયાદ દ્વારા તા. ૧૧ જૂન ૨૩ ના રોજ સવારે ૬:૩૦ કલાકે નડિયાદના વિવિધ માર્ગ પર “શાંતિ પદયાત્રા” કાઢવામાં આવી. સંસ્થાના સંચાલિકા આ. રાજયોગીની પૂર્ણિમાદીદી તથા રાજેશભાઈ ગઢીયા એસ.પી.- જી. ખેડા, કિન્તુભાઈ દેસાઈ ઉપપ્રમુખ, નડિયાદ નગરપાલિકા ની ઉપસ્થિતિમાં આ શાંતિ પદયાત્રામાં જોડાનાર દરેકને ટોપી વિતરણ કરી અને પ્રભુ શરણમ, બ્રહ્માકુમારીના દ્વારેથી શાંતિ પદયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી. જ્યાંથી આ શાંતિ પદયાત્રા આગળ વધી વાણિયાવડ સર્કલ, કિડની હોસ્પિટલ, સંતરામ નેત્ર ચિકિત્સાલય, સંતરામ મંદિર, પારસ સર્કલ, દેસાઈ સંસ્કાર કેન્દ્ર, શિતલ ટોકિઝ થઈને અંતે પ્રભુ શરણમમાં પૂર્ણ થઈ. જ્યાં આ બ્રહ્માકુમારી પૂર્ણિમાદીદીના હસ્તે પ્રસાદ લઈ સૌએ વિદાય લીધી. મોટી સંખ્યામાં યુવાઓએ આ શાંતિ પદયાત્રાનો લાભ લીધો. જેમાં સ્વામી વિવેકાનંદ
ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અને વૈદિક યોગ પરિવારના યુવાઓ પણ જોડાયા. ચાલવાથી તન સ્વસ્થ થાય છે, તેની સાથે પ્રકૃતિમાં પ્રસરતી શાંતિની અનુભૂતિ દ્વારા યુવાઓ પોતાના તન અને મનને સ્વ તંદુરસ્ત બનાવે તથા વિશ્વશાંતિમાં પોતાનું યોગદાન આપે તેવો સંદેશ આ શાંતિ પદયાત્રા દ્વારા યુવાઓને પ્રાપ્ત થાય છે.

Advertisement

Share

Related posts

ભરૂચ એલ.સી.બી પોલીસે બે વર્ષથી નાસતા-ફરતા બુટલેગરને ઝડપી પાડયો.

ProudOfGujarat

बेटी की ‘पहली सालगिरह’ पर सनी लियोनी हुई इमोशनल !

ProudOfGujarat

નર્મદામાં આરોગ્ય કર્મચારીઓની હડતાળથી વેક્સિનેશનની કામગીરી ખોરવાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!