દેશભરના યુવાનોમાં રમત ગમત ક્ષેત્ર ક્રિકેટનો ખુબ ક્રેઝ જોવા મળતો હોય છે, ટીવીની સ્ક્રીનથી લઈ મેદાન સુધી આ રમતનો લ્હાવો ક્રિકેટ રસીકો લેવાનું છોડતાં નથી. ભરૂચ જિલ્લામાં પણ અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલતી હોય છે, અંકલેશ્વરના દીવી ખાતે પણ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી.
હાઈ-ટેક ક્રિકેટ એકેડમી અંકલેશ્વર દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ કાપોદ્રા સીસી અને પારખેત સીસી વચ્ચે દિવી વચ્ચે ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ હતી. રવિવારે દિવસે રમાયેલ આ રોમાંચક મુકાબલામાં પારખેત સીસીનો ભવ્ય વિજય થયો હતો, જે બાદ ક્રિકેટ ટીમના સમર્થકો ઝૂમી ઉઠ્યા હતા અને એક વીજને જીતની શુભકામના પાઠવી હતી.
આ ટુર્નામેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ શરીફ કાનુગા, હાજી રશીદ કાપોદ્રા વાલા, સીરાજ જમાદાર, તેમજ અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. શરીફ કાનુગા દ્વારા પારખેત ટિમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. વધુમાં શરીફ કાનુગા એ આ ટુર્નામેન્ટના સફળ સંચાલન માટે હાઈટેક ક્રિકેટ એકેડમી અંકલેશ્વર અને એકેડમીના સંચાલક અસફાન પઠાણ, અસજદ પઠાણ, નિઝામુદ્દીન શેખ તેમજ શાબાઝ શેખને અભિનંદન પણ પાઠવ્યા હતા.