સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંધની કારોબારી સભા સંઘના પ્રમુખ કિરીટભાઈ જે.પટેલની અધ્યક્ષતામાં કન્યા શાળા બારડોલી મુકામે યોજાઈ હતી. જેમા અરવિંદભાઈ ચૌધરી, બળવંતભાઈ પટેલ, પ્રફુલભાઈ પટેલ, અનિલભાઈ ચૌધરી, રીના રોઝલીન, દિનેશભાઈ, ધીરુભાઈ, ઉપપ્રમુખો, દરેક તાલુકા ઘટક સંઘના પ્રમુખ, મંત્રી, હોદ્દેદારએ સર્વે, સુરત જિલ્લા પ્રા.શિક્ષકસંઘ તમામ, રાજય પ્રતિનિધિઓ તેમજ શિક્ષક જયોત સંપાદન સભ્ય, પ્રમુખ મહામંત્રી, ઘટક સંધો, પ્રચારમંત્રીઓ, ઓડિટરઓ તમામ સંગઠન મંત્રીઓ,શિક્ષક કલ્યાણ નિધિ, મંત્રી, સલાહકાર સમિતિ તમામ, કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. શરૂઆતમાં પ્રાર્થના બાદ સ્વાગત પ્રવચન રજીતભાઈ ચૌધરી એ કરેલ કારોબારીમા નીચે મુજબની ચર્ચા કરવામાં આવેલ (૧) શ્રઘ્ધાંજલિ, (૨) પોસિડિંગ વાંચન,(૩) વર્ષ ૨૦૨૩-૨૪ શાળા પ્રવેશોત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમ બાબત, (૪) રાજય હોદ્દેદારની વરણી, શિક્ષક જયોત સંપાદનની નિમણુંક,(૫) જિલ્લા ઓડિટર, જિલ્લા પ્રચારમંત્રી, જિલ્લા સંગઠનમંત્રી, શિક્ષક,કલ્યાણ નિઘી મંત્રી સહમંત્રીની નિમણુંક બાબત.(૭) પ્રમુખ સ્થાનેથી રજૂ થતાં કામો (૬) સલાહકાર સમિતિની નિમણુંક
કારોબારીમાં બારડોલી તાલુકાના કલ્પનાબેન ચૌધરી સુરાલી પ્રાથમિક શાળા ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક2021, પુષ્પાબેન બારડ કન્યાશાળા બારડોલી સુરત જિલ્લાના શ્રેષ્ઠ HTAT 2021, ડૉ.મનાલીબેન દેસાઈ કુમારશાળા કડોદ એજ્યુકેશનલ ઇનોવેશન માં શ્રેષ્ઠ 2022,23, મીનલ દે દેસાઈ મોતા પ્રાથમિક શાળા ચિત્રકૂટ એવોર્ડ 2021, ને જિલ્લા સંઘના હોદ્દેદારો દ્વારા મોમેન્ટો આપીને વિશેષ સન્માન કરવામાં આવેલ, કારોબારી સભામાં ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ, હોદ્દેદારોને મોમેન્ટો આપીને પણ વિશેષ સન્માન કરવામાં આવેલ હતું, સાથે સાથે આગામી દિવસોમાં કિરીટભાઈ પટેલ વિદેશ જનાર હોય તેઓનો પણ સન્માન કરવામાં આવેલ હતું આ કારોબારી સભામાં પ્રચાર મંત્રી,જિલ્લા ઓડિટર,જિલ્લા સંગઠન મંત્રી,સલાહકાર સમિતિ,શિક્ષકજ્યોત સંપાદક મંડળ સદસ્ય તેમજ રાજ્ય સંઘના પ્રતિનિધિ તરીકે પ્રમુખશ્રી કિરીટભાઈ પટેલની નિમણુક કરવામાં આવી હતી કિરીટભાઈ પટેલે અધિવેશનની સફળતા વિશે વાત કરી હતી, કિરીટભાઈએ શાળા પ્રવેશોત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમ વિશે પણ વાત કરી હતી, જૂની પેન્શન યોજના બાબતે પણ કિરીટભાઈ એ વાત કરી હતી, અરવિંદભાઈ ચૌધરીએ અધિવેશનમાં ફાળો આપવા બદલ દરેક તાલુકા ઘટક સંઘના પ્રમુખ મંત્રી,હોદ્દેદારો શિક્ષકોનો આભાર માનેલ હતો, આભાર વિધિ બળવંતભાઈ પટેલ એ કરી હતી કારોબારીમાં જમવાનો તમામ ખર્ચ બળવંતભાઈ પટેલ એ ઉઠાવેલ હતો બળવંતભાઈએ સુંદર વ્યવસ્થા બદલ બારડોલી ટીમનો આભાર માનેલ હતો જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શૈલેષભાઈ પટેલ એ કરેલ હતું.