Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ હાઇવે પાસેથી પસાર થતી ટ્રકમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

Share

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા પાલેજ નજીકથી ભરૂચ એલ.સી.બી પોલીસે સફળ ઓપરેશન હાથ ધરી લાખો રૂપિયાનો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. હજુ તો ગત સપ્તાહે કરજણ નજીકથી વડોદરા રૂરલ એલ.સી.બી પોલીસે દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડવાના સમાચારની સ્યાહી અખબારના પાનેથી સુકાઈ નથી ત્યાં ભરૂચ એલ.સી.બી પોલીસે લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડતા ખરા અર્થમાં ગુજરાતમાં દારૂબંધીનું ચીરહરણ થઈ રહ્યું હોય એમ લાગી રહ્યું છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભરૂચ એલ.સી.બી પોલીસને મળેલી બાતમીના આધારે પાલેજ હાઇવે સીટી પોઇન્ટ હોટલ સામે ગત સાંજે વાહન ચેકીંગ ડાઈવ દરમ્યાન પણજી (ગોવા) ખાતેથી ટ્રકમાં બીલ્ટી મુજબનો માલ નહિ ભરી વિદેશી દારૂ વહન કરી વડોદરા ગોલ્ડન ચોકડી બાદ કોઈ અજાણ્યા ઈસમને આપવા જતાં બે ઈસમો મોહસીન પઠાણ / રવી ડામર ઝડપાઇ ગયા હતાં. ટ્રકમાં તપાસ કરતાં ટ્રક સહિત કુલ ૮૧,૭૩,૩૪૦ નો મુદ્દામાલ સાથે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ગત સાંજે પાલેજ સીટી પોઇન્ટ હોટલ સામે નેશનલ હાઇવે ભરૂચથી વડોદરા તરફ જતાં ટ્રકની તપાસ કરતાં પ્લાય વુડના બે મોટા બોક્સ મુકેલ હોય દ્રાઈવરને પૂછતાં ડી જી સેટ જનરેટર નંગ ૨ જણાવી બીલ્ટી બતાવી હતી. બે પ્લાય વુડ બોક્સમાં કુલ ૧૪૫૨ બોક્સ હતાં. જે તમામ બોક્સમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની રોયલ બ્લ્યુ બોટલો મળી આવેલ હતી. જેની કિંમત ૬૯ .૬૯.૬૦૦/- તથા ટ્રક કિંમત સહિત ૮૧,૭૩,૩૪૦/- નો મુદ્દામાલ સાથે મોહસીન ખાંન સીરાજ ખાંન રહે.થાણા – કસરાવાડ ખરગોજી.મધ્ય પ્રદેશ / તથા રવી કમલેશભાઈ ડામર / અજમેરા તા.સરદારપુર /જી.ધારા પકડાય પકડાય ગયેલાં અન્ય આરોપી આરીફ ખાંન રહેમાન પઠાણ રહે.બાલસમદ તકિયા મહોલ્લા જી.ખરગોન/ થાણાં /કસરાવાદ તથા તેનો ભાણ્યો ઇમરાન જકિયા વોન્ટેડ જાહેર કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

યાકુબ પટેલ.. પાલેજ


Share

Related posts

એલએન્ડટી ફાઈનાન્સના ઈએમઆઈ પ્રોટેક્ટ પ્લાને અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ ગ્રાહકોને આવરી લીધા

ProudOfGujarat

ભરૂચ – અંકલેશ્વરને જોડતા જુના નેશનલ હાઇવે પર કાર સળગી ઉઠતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહીં

ProudOfGujarat

બોડેલી-ડભોઇ રોડ પર પાટણા પાસે ઈકો ગાડી પર ઝાડ પડ્યું, સદનસીબે કોઈ જાનહાની નહીં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!