Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં 4 સભ્યોના સામૂહિક આપઘાત બાદ હવે મોટી પુત્રીએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો

Share

સુરતના સરથામા વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં માતા તથા પુત્રી અને પુત્રીનું મોત નિપજ્યું હતું. જ્યારે પિતાની હાલત વધુ ગંભીર હોવાથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટનામાં હજી પોલીસ કાર્યવાહી કરી રહી છે ત્યાં પરિવારની મોટી દીકરીએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

સુરતના યોગીચોક પાસે વિજયનગરમાં રહેતા વિનુ મોરડિયા, તેમની પત્ની શારદાબેન, પુત્ર ક્રિશ અને પુત્રી ટીનાએ એકસાથે ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. વિનુ મોરડિયાએ આત્મહત્યા કરતાં પહેલાં પોતાના મોટા ભાઇને ફોન કરીને ઘરનો સૌથી મોટો પુત્ર પાર્થ તેમજ પુત્રી રુચિતાનું ધ્યાન રાખવા માટે કહ્યું હતું. હવે આપરિવારની મોટી દીકરી રુચિતાએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે. તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સરથાણા પોલીસના જણાવ્યા પ્રમાણે, મોરડિયા પરિવારની મોટી દીકરી રુચિતાએ આજે બાથરૂમમાં ફિનાઇલ ગટગટાવી લીધું હતું. જેની જાણ થતાં પરિવારજનો તાત્કાલિક તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી.

Advertisement

આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ હોસ્પિટલ દોડી ગઈ હતી. આપઘાતના પ્રયાસને લઈને પ્રાથમિક તપાસમાં હાલ ડિપ્રેશનમાં આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે. આ દરમિયાન પોલીસે આ કેસમાં સ્થાનિકો તેમજ તેના તેમના મોટા ભાઇ સહિત પરિવારના અન્ય સભ્યોનાં નિવેદનો લેવાનું શરૂ કર્યું હતું. સુરતના રત્નકલાકારે આર્થિક સંકડામણના કારણે પરિવાર સાથે અંતિમ પગલું ભર્યું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


Share

Related posts

પેપર લીક મામલોઃ પેપર ખરીદનાર 20 વર્ષીય યુવકની અરવલ્લીમાંથી કરાઈ ધરપકડ.

ProudOfGujarat

નડિયાદ : આઇકોનિક વીક મહોત્સવના ભાગરૂપે બેંક ઓફ બરોડાની આગેવાનીમાં ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : પોલીસનો વિડીયો સોશ્યલ મીડિયા ઉપર અપલોડ કરનારને પોલીસ ચોકી પર લાવતા વકીલાતનો રોફ જાળી પોલીસ સામે દાદાગીરી કરતા મામલો ગરમાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!