માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આગાખાન સંસ્થા સંચાલિત યુવા જંકશન તાલીમ સેન્ટરનું ઉદ્દઘાટન તૃપ્તિ બેન મૈસુરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. ડો.દીપક ચૌધરી અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તૃપ્તિબેન મૈસુરિયા એ યુવા વર્ગને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આગાખાન સંસ્થા દ્વારા જળ સંગ્રહ, જંગલ વિકાસ, ભૂમિ સંરક્ષણ, ટકાઉ ખેતી જેવા કામો અને યુવા કૌશલ્ય (યુવા જંકશન) જેવા તાલીમ સેન્ટરો ચલાવવામાં આવે છે.
સુરત જિલ્લાના વિવિધ તાલુકઓ જેવા કે ઉમરપાડા, માંગરોળ તાલુકાના વાંકલ, સાગબારા, દેડીયાપાડા, નેત્રંગ ખાતે યુવા જંકશન સેન્ટરો ચલાવવામાં આવે છે. જે યુવક, યુવતીઓ ઓછામાં ઓછું ધો 10 સુધી અભ્યાસ કરેલ હોય અને બેરોજગાર હોય તેવા વિદ્યાર્થી ઓને ત્રણ મહિનાનો રિટેલ કોર્સની તાલીમ તેમજ કોમ્પ્યુટરનું જ્ઞાન આપી જોબ પ્લેસમેન્ટ કરાવવામાં આવે છે. વાંકલ સેન્ટરમાં બે બેચ ચલાવવામાં આવે છે. તેમાં 35 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. આ ટકે આર્ટસ કોલેજના આચાર્ય દીપક ચૌધરી, માંગરોળ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તૃપ્તિબેન મૈસુરિયા, આગાખાન સંસ્થાના એરિયા મેનેજર રાજેન્દ્ર પટેલ તેમજ મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ હાજર રહ્યા હતાં.
વિનોદ મૈસુરિયા : વાંકલ
માંગરોળ : વાંકલ ખાતે આગાખાન સંસ્થા દ્વારા “રિટેલ કોર્સ” ની તાલીમ તેમજ કોમ્પ્યુટર લેબનું ઉદ્દઘાટન કરાયું.
Advertisement