નેત્રંગ ખાતે કાર્યરત એસ.આર.એફ ફાઉન્ડેશન દ્વારા તાલુકાની ૩૭ જેટલી આંગણવાડીમાં શૈક્ષણિક સુવિધાઓ પુરી પાડી રહ્યાં છે. જેમાં એસ.આર.એફ ફાઉન્ડેશન દ્વારા આ આંગણવાડીઓમાં હેન્ડ બુક અને આંગણવાડીના વર્કોરોને પણ મોડ્યુલ બુક કે જે શિશુઓને સરળતાથી ભણાવી શકાય એ હેતુથી આ બુકો આપવમાં આવે છે સાથે વાત કરીએ તો એસ.આર.એફ ફાઉન્ડેશન દ્વારા દર માસે આંગણવાડી વર્કોરોની તાલીમ પણ આપવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એસ.આર.એફ ફાઉન્ડેશન નેત્રંગ ખાતે આંગણવાડી ડેવલોપમેન્ટ પોગ્રામ ઓફીસર તરીકે ફરજ બજાવતા જાગૃતિબેન વસાવાએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે એક નાનકડા પ્રવાસનું આયોજન કર્યું હતું. જેમાં ત્રણ અલગ અલગ આંગણવાડીના ૫૦ જેટલા શિશુઓને સાથે નેત્રંગ વન વિભાગના ફોરેસ્ટ નર્સરી ખાતે ચાલતા વનશ્રી રેસ્ટોરન્ટ અને ધ રૂરલ મોલના પ્રવાસે લઈ જવાયા હતા. જ્યાં આ શિશુઓની વિશ્વ પર્યાવરણ દિવસની થીમ પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સ્પર્ધામાં પ્રથમ ત્રણ આવનાર બાળકોને જાગૃતિ વસાવા દ્વારા કંપાસ આપી પ્રોત્સાહિત કર્યા હતા તેમજ ડાન્સ અને વિવિધ રમતો પણ કરાવી હતી.
એસ.આર.એફ ફાઉન્ડેશનમાં નેત્રંગ ખાતે આંગણવાડી ડેવલોપમેન્ટ પોગ્રામ ઓફીસર તરીકે ફરજ બજાવતા જાગૃતિબેન વસાવા દ્વારા બંને આંગણવાડી કેન્દ્રના શિશુ ઓને પ્રાકૃતિ પ્રવાસ સાથે અલ્પહાર ભોજન કરાવ્યું હતું. બાળકો એ આ પરિસરમાં ખૂબ કલરવથી હર્ષ ઉલ્લાસથી પ્રવાસનો આનંદ માણ્યો હતો.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ