ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ(ATS) દ્વારા પોરબંદરમાંથી સૌથી મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ATS દ્વારા ચાર લોકોને દબોચી લેવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે. મળતી માહિતી પ્રમાણે આ ચારેય આતંકીઓ ISIS ના સક્રિય ગ્રુપના સભ્યો હોવાનું મનાઈ રહ્યું છે. આ શખસોનું આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન સાથે સાઠગાંઠ હોવાનું ખૂલ્યું છે. આ અંગેની કાર્યવાહી કરવા માટે IG દિપેન ભદ્રન સહિતનો કાફલો ગઈકાલે જ પોરબંદર પહોંચ્યો હતો. પોરબંદર પહોંચીને ગુજરાત ATS એ કાલે જ આ કાવતરાનો પર્દાફાશ કર્યો હતો.
આ મામલે ATS DIG દીપેન ભદ્ર સહિતના અધિકારીઓએ ગઈકાલથી પોરબંદરમાં સ્થાનિક પોલીસને સાથે રાખીને આ ઓપરેશન પુરું પાડ્યું છે. ગુજરાત ATSની ટીમ ગઈકાલથી જ પોરબંદરમાં ધામા નાખ્યા છે. આ ગુપ્ત ઓપરેશમાં આઈ.જી સહિતના અધિકારીઓ આવ્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે. ગુજરાતમાં ATS એ પોરબંદરમાંથી 4 શખ્શોની ધરપકડ કરી છે આ શખ્શો આતંકી સંગઠન સાથે સંકળાયેલા હોવાનું ખુલ્યુ છે. આ સાથે જ ATS ની ટીમે પોરબંદરમાં ડ્રગ્સનો મોટો જથ્થો લોકેટ કર્યો હોવાનું જાણવા મળ્યુ છે. આ ધરપકડ કરાયેલા શખ્શો અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ સમગ્ર ઓપરેશન અંગે જાહેરાત કરી શકે છે.