કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડીયાપાડા ખાતે અડેપટીવ ટ્રાયલ યોજના હેઠળ બીજ મહોત્સવ ખરીફ – 2023 અંતર્ગત અગ્રીમ હરોળ નિદર્શન તાલીમ શિબિર તારીખ 8 મી જૂને આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ 210 ખેડૂતોએ ભાગ લીધો હતો. ડાંગરની વૈજ્ઞાનિક ખેતી અંગેની તાલીમ તેમની વિશેષ લાક્ષણિકતાઓ સાથે (રોપાણ અને ઓરાણ ડાંગર) ડૉ. પી.ડી.વર્માસરે શિબિરનું નેતૃત્વ કર્યું હતું. ડૉ.એમ.વી. તિવારીએ લાલકડા ગોલ્ડ (GNR-9) ના પોષક મૂલ્ય વિશે માહિતી આપી. પ્રો.એન.વી.ચૌધરીએ હવામાનની આગાહી અંગે તેમનો અભિપ્રાય જણાવ્યો હતો. જયારે રોપાણ ડાંગર- GR-13, પરિમલ(GR-24), GR-20, લાલકડા ગોલ્ડ (GNR-9), દેવલીકોલમ (GR-18), તેમજ ઓરાણ ડાંગર – પૂર્ણા અને તાપી (GR -16) બિયારણનું વિતરણ કરવામાં આવ્યું હતું.
દીપક જગતાપ, રાજપીપલા
Advertisement