Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ : વિશાલાથી નારોલ તરફ જતાં શાસ્ત્રીબ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ

Share

અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ અને પલ્લવ બ્રિજ બાદ વધુ એક બ્રિજને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. શહેરના શાસ્ત્રી બ્રિજને લઈને તંત્ર સફાળું જાગ્યું છે અને હવે કોઈ આ બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

શહેરમાં આવેલા શાસ્ત્રી બ્રિજ છેલ્લા કેટલાય સમયથી જર્જરિત હાલતમાં હોવા છંતા પણ તંત્રના પેટનું પાણી પણ હલતું ન હતું અને અવારનાવાર અનેક રજૂઆત કર્યા બાદ પણ કોઈ નક્કર પગલા લેવામા આવતા ન હતા ત્યારે હવે તંત્રએ ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જ્યારે નાના વાહનો જ અવરજવર કરી શક્શે. અને હવે આ બ્રિજને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા રિપેરિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ ભારે વાહનો પ્રવેશ ન કરી શકે તે માટે બ્રિજ પર આઠ ફૂટની એક એંગલ લગાવી દેવામાં આવી છે જેથી માત્ર ટૂ વ્હીલર અને રીક્ષા અને નાની ગાડીઓ જ પસાર થઈ શક્શે. ભારે વાહનો માટે હવે વાસણા એપીએમસીથી લઈને આંબેડકર બ્રિજ પરથી ડાઈવર્ઝન આપવામાં આવ્યુ છે.

Advertisement

શહેરમાં આવેલો શાસ્ત્રી બ્રિજ છેલ્લા કેટલાય સમયથી જર્જરિત થયો છે તેમજ આ બ્રિજમાં મસમોટી તિરાડો પડી ગઈ છે. વિશાલાથી ગ્યાસપુરને જોડતા આ બ્રિજમાં દરરોજ લાખો વાહનો પસાર થાય છે અને જ્યારે મોટા વાહનો પસાર થાય ત્યારે ધ્રુજારી મારે છે. આ અંગેની તંત્રને ખબર હોવા છતા પણ કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા અને બ્રિજને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા હતા ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજનો વિશાલા ત્રણ રસ્તાથી નારોલ તરફનો એક ભાગ બંધ કરી દેવામાં આવ્યો છે અને સાથે જ ટ્રાફિક પોલીસના જવાનો ભારે વાહનોને બ્રિજ પર જતા અટકાવવા માટે ખડેપગે રખાયા છે.


Share

Related posts

સરકારની આદિવાસી વિસ્તારોમાં આવેલી એકલવ્ય સ્કૂલના બાળકો અનેક સમસ્યાઓથી પીડિત

ProudOfGujarat

ગોધરા ખાતે મીરાની હોસ્પિટલના સ્થાપકના જન્મદિવ નિમત્તે રક્તદાન શિબીરનુ આયોજન કરાયુ

ProudOfGujarat

ભરુચ જિલ્લાના ઝઘડીયા ખાતેે ૭૩ માં પ્રજાસત્તાક દિનની પરંપરાગત ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!