Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના વાણીયાવાડ પાસે ગઠિયાઓએ વૃદ્ધને પોલીસની ઓળખ આપી દાગીના લઈ ફરાર

Share

નડિયાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા વાણીયાવાડમા  દર્શનાર્થે જતાં વિધવા વૃધ્ધને બે ઈસમોએ પોતાની ઓળખ પોલીસ તરીકેની આપી સોનાની બંગડીઓ નહીં પહેરવા આદેશ છે તેમ કહી બંગડીઓ ઉતારી પડીકું બનાવી ધાતુની બંગડીઓ આપી રફુચક્કર થયા છે. આ બનાવ સંદર્ભે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

નડિયાદ શહેરના પેટલાદ રોડ પર બંધન પાર્ટી પ્લોટ પાસે રહેતા ૬૮વર્ષિય વિધવા જ્યોતિકાબેન પ્રવિણભાઇ સુથાર ૬ જુનના રોજ પોતાના ઘરેથી વહેલી સવારે રીક્ષામાં બેસી શહેરના વાણીયાવાડ સર્કલ પાસે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા જતા હતા ત્યારે  મંદિરના ગેટની બહાર બે અજાણ્યા ઈસમોએ જ્યોતિકાબેનને ઉભા રાખ્યા હતા અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. હમણા સોનાના દાગીના નહી પહેરવા ઉપરથી ઓર્ડર છે જેથી તમે તમારા દાગીના કાઢી નાખો તેમ કહ્યું હતું.

Advertisement

વૃધ્ધાએ પોતાના હાથમાં પહેરેલ સોનાની આશરે અઢી તોલાની બે બંગડીઓ પોતાના હાથમાંથી કાઢી પાકીટમાં મુકવા જતા આ બંન્ને વ્યક્તિઓએ કહ્યું લાવો પડીકું બનાવી આપી આમ કહી કાગળમાં વીંટીને પડીકું બનાવી આપ્યુ ત્યારબાદ મંદિરે દર્શન કરી પરત બહાર આવીને  પડીકું ખોલીને જોયું તો તેમાં સોનાની બંગડીઓની જગ્યાએ અન્ય ધાતુની બંગડીઓ હતી. જોકે પરત આ જગ્યાએ  વૃધ્ધ આવ્યા હતા પણ ગઠીયાઓ ફરાર થઇ ગયા હતા. આ બનાવ સંદર્ભે જ્યોતિકાબેન નડિયાદ ટાઉન પોલીસમાં અજાણ્યા બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

અંકલેશ્વર : સતત ત્રીજા દિવસે પણ મહાવીર ટર્નિંગ પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા.

ProudOfGujarat

દહેજ તથા દહેજ મરીન પોલીસ સ્ટેશનને એક બોલેરો જીપ ફાળવી પોલીસ ખાતાને મદદરૂપ બનતું દહેજ ઇન્ડસ્ટ્રીઅલ એસોસીએશન

ProudOfGujarat

સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા ગોધરા સિવીલમાં સ્વચ્છતા અભિયાન…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!