ભરૂચ જિલ્લામાં બેફામ બનેલા બુટલેગરોની શાન ઠેકાણે લાવવા જિલ્લાના વિવિધ પોલીસ મથકોની હદ વિસ્તારમાં પોલીસના કર્મીઓ નશાનો વેપલો કરતા તત્વો સામે સતત લાલઆંખ કરી તેઓને જેલના સળીયા ગણતા કરી રહ્યા છે, જિલ્લામાં નશાનો વેપલો કરતા તત્વો હમ નહીં સુધરેંગે જેવી નીતિ અપનાવતા હોય ઉચ્ચ પોલીસના અધિકારીઓએ હવે તેઓની કરતુતોનો અંત લાવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.
ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે ભરૂચ તાલુકાના વડવા ગામના પાટિયા પાસે ફોર વ્હીલ કારમાં ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો લઈ પસાર થઈ રહેલા બુટલેગર પંકજ ભરતભાઈ ગોહિલ રહે. દુબઇ ટેકરી ઝાડેશ્વર નાઓને ઝડપી પાડ્યો હતો તેમજ અન્ય એક બુટલેગર તિલક હરિકૃષ્ણ પટેલ રહે, જ્યોતિનગર ભરૂચ નાને વોન્ટેડ જાહેર કરી ભારતીય બનાવટના વિદેશી શરાબની વિવિધ બ્રાન્ડની બોટલો, કાર, સહિત કુલ 3,75,800 નોમુદ્દામાલ કબ્જે કરતા બુટલેગરોમાં ફફડાટનો માહોલ છવાયો છે.
મહત્વની બાબત છે કે ઝડપાયેલ બુટલેગર પંકજ અને વોન્ટેડ બુટલેગર તિલક છેલ્લા ઘણા સમયથી નશાના વેપલામાં કારોબારમાં ફૂલી ફાટ્યા હતા, આ અગાઉ પણ કેટલીય વખત આ બંને બુટલેગરો શરાબના જથ્થા સામે ઝડપાઈ ચુક્યા છે, તેમજ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે, છતાં હમ નહીં સુધરેંગે જેવી નીતિ અપનાવી હજુ પણ પોતાના નાપાક મનસુબા ભરૂચમાં પાર પાડી રહ્યા છે તેવામાં બુટલેગર ટોળકી સામે હવે ક્રાઇમ બ્રાન્ચે સતર્ક બની કાર્યવાહી હાથધરી છે.
*ભરૂચમાં બુટલેગરોની સક્રિયતા અને નશાના વેપલાનું કેન્દ્ર બિંદુ કોના હાથમાં ચર્ચાનો વિષય*
ભરૂચમાં માંગો તે બ્રાન્ડનો શરાબ મળે છે તેમ નશાનો વ્યસન કરતા લોકોનું કહેવું છે, જિલ્લામાં કેટલાય સ્થળે બિન્દાસ અંદાજમાં આજે પણ દેશી -વિદેશી શરાબ મળી રહ્યો છે, તેવામાં અહીંયા સવાલ એ થાય છે કે આખરે બેફામ અને બિન્દાસ બનેલા બુટલેગરોનો આકા કોણ છે..? તે બાબત અવારનવાર જિલ્લામાંથી ઝડપાતા શરાબના કારોબાર ઉપરથી સવાલો ઉભા કરે તેમ છે.
*હપ્તા સિસ્ટમના કારણે બુટલેગરો બેફામ બન્યા છે?*
કહેવાય છે કે ભરૂચમાં નામાંકિત બુટલેગરો ગાંધી છાપ નોટોના જોરે બિન્દાસ બની પોતાનો નશાનો વપલો ધમધમાવી રહ્યા છે, અને આ પ્રકારના તત્વોને રક્ષણ પણ કેટલાય અંદરના વહીવટદારો જ પૂરું પાડી રહ્યા છે, એટલે જ તો કેટલાય સ્થળે પોલીસ દરોડા પાડે એ પહેલા જ ક્યાં બુટલેગર ફરાર હોય તો ક્યાં ક કશું જ હાથ ન લાગતું હોય તેવા બનાવો પણ સામે આવતા હોય છે, તેવામાં જિલ્લા પોલીસ વડા પણ બારીકાઇથી નશાના વેપલા કરતા તત્વો પર વોચ રાખી તેઓને કાયદાના પાઠ ભણાવે તે અત્યંત જરૂરી હોવાનું આજકાલ ચર્ચાઈ રહ્યું છે.