Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્વાસ્થ્ય અને સલામતીના ભાગરૂપે આગામી તા. ૧૧ જૂનના રોજ રાજ્યમાં ૫૧ સ્થળોએ પોલીસ જવાનોને અપાશે CPR તાલીમ

Share

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં ૫૧ સ્થળોએ સ્વાસ્થ્ય અને સલામતીના ભાગરૂપે આગામી તા. ૧૧ જૂનના રોજ ૫૫ હજારથી વધુ પોલીસ જવાનોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ આપવામાં આવશે.

આ એક દિવસીય તાલીમ કાર્યક્રમમાં રાજ્યની ૩૭ મેડિકલ કોલેજો અને અન્ય ૧૪ સ્થળો પર ૨૫૦૦ થી વધુ ડૉક્ટરો અને તબીબી વ્યવસાયિકો દ્વારા CPRની સંપૂર્ણ સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે. જે રાજ્યના જુદા જુદા ૫૧ સ્થળો પર સવારે ૧૦.૦૦ થી સાંજે ૦૫.૦૦ કલાક દરમિયાન આ તાલીમ યોજાશે.

Advertisement

આ સમગ્ર તાલીમનું આયોજન રાજ્ય સરકાર, ભાજપાના ડૉક્ટર સેલની ટીમ અને ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજીસ્ટ ISA-ગુજરાત ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે યોજાશે. તેમજ ૫૫,૦૦૦ થી વધારે પોલીસ કર્મીઓ અંગદાનની પ્રતિજ્ઞાનું રજીસ્ટ્રેશન પણ કરશે.

આ કાર્યક્રમમાં શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા, સાસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રીવાબા જાડેજા, મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, મેયર બીનાબેન કોઠારી, ડે મેયર તપન પરમાર, સ્ટે. ચેરમેન મનીષ કટારીયા, સાસકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતન ગોસરાણી, ભાજપ ડોકટર સેલ ના ડો. અતુલ વેકરીયા સહિત જામનગર શહેર ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ઉપસ્થિત રહેશે. ડોકટર સેલ (સૌરાષ્ટ્ર) ના કનવિંનર ડો અતુલ વેકરીયા તથા ભાજપ મીડિયા વિભાગ કનવીનર ભાર્ગવ ઠાકરની સયુંકત અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.


Share

Related posts

ખેડૂત સમાજ ગુજરાત દ્વારા  જાહેર અપીલ : મજૂરોને યોગ્ય મદદ કરો.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગનાં કેલ્વીકુવા ગામનાં ચેકડેમનાં તળાવમાં ડૂબી જતાં એકનું મોત.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકા પંચાયતની ૨૨ બેઠકો માટે ૧૪૮ બુથ પર ચુંટણી યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!