મકરસંક્રાતિ પર્વને અાડે હવે માત્ર બે જ દિ બાકી હોઇ પાલેજ નગરમાં અાવેલી પતંગની દુકાનો પર સારી એવી ઘરાકી નીકળતા વેપારીઓ ખુશખુશાલ નજરે પડી રહ્યા છે. વર્ષોથી પતંગના વ્યવસાય સાથે સંકળાયેલા એક વેપારીના જણાવ્યા પ્રમાણે ચાલુ વર્ષે જી એસ ટી ના પગલે પતંગ બજારમાં મંદી તો જોવા મળી રહી હતી પણ છેલ્લી ઘડીએ પતંગ રસીયાઓએ ઉત્સાહ બતાવતા મકરસંક્રાંતિ પર્વના નજીકના દિવસોમાં ઘરાકીમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે.
રંગબેરંગી પતંગોથી નગરનું બજાર શોભી ઉઠયું છે. ખાસ કરીને યુવાનો પતંગ, દોરીની ખરીદી કરવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. ચાલુ વર્ષે સંગીતની દુનિયામાં ધૂમ મચાવનાર સોનુ તને મારા પર ભરોસો નઇ કે ની પતંગો વધુ પડતી પતંગની દુકાનો પર જોવા મળી રહી છે તો યુવાનો પણ સોનુવાળી પતંગો હોશે હોશે ખરીદતા જોવા મળી રહ્યા છે. મકરસંક્રાંતિ પર્વને માત્ર ગણતરીના કલાકો અાડા હોઇ અાકાશી યુધ્ધ લડવા માટે પતંગ રસીયાઓ અને ખાસ કરીને યુવાધન તડામાર તૈયારીઓમાં વ્યસ્ત થઇ ગયેલું જોવા મળી રહ્યું છે તો છેલ્લી ધડીએ પતંગોની નીકળેલી સારી એવી ઘરાકીથી પતંગના વેપારીઓ પણ ખુશ ખુશાલ થઇ ગયા છે..
પટેલ યાકુબ