નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના પ્રતાપનગર ગામમાં જયદીપસિંહ વિરેન્દ્રસિંહ ચૌહાણ ( એમએસસી ગોલ્ડ મેડાલિસ્ટ) તથા ધર્મેન્દ્રસિંહ વિરેન્દ્રસિંહ ચૌહાણ ( બીએ) સંયુક્ત કુટુંબમાં રહી પોતાના ભણતરના જ્ઞાનનો કૃષિમાં ઉપયોગ કરી આધુનિક પદ્ધતિ દ્વારા પોતાની માલિકીની લગભગ 45 એકર જમીનમાં કેળા, પપૈયા તથા શેરડીની ખેતી કરે છે.
કેળાની ખેતીમાં ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ કરી ઉત્પાદન વધારવા અંગેના તેઓના નોંધપાત્ર યોગદાનને ધ્યાનમાં રાખી તેઓને આમંત્રિત કરી હાલમાં જૈન ઈરીગેશન, જલગાંવ ખાતે અમિત ઉદ્યાન રત્ન એવોર્ડ- 2023 થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
તારીખ 28 થી 31 મે 2023 દરમિયાન મહારાષ્ટ્રના જૈન ઇરીગેશન સિસ્ટમ, જલગાંવ ખાતે લેટ અમિત સિંઘ મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા સ્વદેશ પ્રેમ જાગૃતિ સંગોસ્ટીમાં “precision Horticulture for improved livehood, nutrition and environmental”વિષય પર એક કોન્ફરન્સનું આયોજન થયેલ હતું જેમાં દેશભરમાંથી પધારેલા કૃષિ વૈજ્ઞાનિકો નિષ્ણાંતો તેમજ પ્રગતિશીલ ખેડૂતોએ બાગાયતી ખેતીના પડકારો અને વિકાસ પર મનોમંથન કર્યું હતું. જેમાં પ્રતાપનગર ગામના નવયુવાન પ્રગતિશીલ ખેડૂત ધર્મેન્દ્રસિંહ વિરેન્દ્રસિંહ ચૌહાણને આમંત્રણ આપી એવોર્ડથી સન્માનિત કરાયા હતા. આ કોન્ફરન્સમાં બાગાયતી ખેતીમાં આપેલ નોંધપાત્ર યોગદાન બદલ જુદી જુદી કેટેગરી માંથી કુલ 21 વ્યક્તિને વિવિધ એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
દીપક જગતાપ, રાજપીપલા