• બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ હવે નીચેના સાત ફંડ્સ લોન્ચ કરી શકે છે: લિક્વિડ ફંડ, મની માર્કેટ ફંડ, ઓવરનાઈટ ફંડ, આર્બિટ્રેજ ફંડ, લાર્જ એન્ડ મિડ-કેપ ફંડ, બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ અને ફ્લેક્સી કેપ ફંડ
• મૂડીરોકાણની ફિલસૂફી અને ટેક-સક્ષમ અભિગમ જેવા ચાવીરૂપ પરિબળો તેને બધાથી અલગ પાડે છે
ભારતના સૌથી વધુ વૈવિધ્યસભર અને ટેક્નોલોજી-આધારિત નાણાંકીય સેવા જૂથોમાંના એક બજાજ ફિનસર્વ લિમિટેડે આજે બજાજ ફિનસર્વ મ્યુચ્યુઅલ ફંડ હેઠળ તેના નવા મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસની શરૂઆત સાથે તેના રિટેલ નાણાંકીય ઓફરિંગના સમૂહને મજબૂત કરવાની જાહેરાત કરી છે.
બજાજ ફિનસર્વ મ્યુચ્યુઅલ ફંડ રિટેલ અને એચએનઆઈથી લઈને સંસ્થાઓ સુધીના વિવિધ પ્રોફાઈલ્સના રોકાણકારોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ફિક્સ્ડ ઈન્કમ, હાઇબ્રિડ અને ઇક્વિટી કેટેગરીમાં પ્રોડક્ટ્સનો વ્યાપક સમૂહ લોન્ચ કરશે. શરૂઆતમાં કંપની સંસ્થાકીય સેગમેન્ટ અને કંપનીની ટ્રેઝરીને સેવાઓ પૂરી પાડવા માટે ફિક્સ્ડ ઈન્કમ, લિક્વિડ, ઓવરનાઈટ અને મની માર્કેટ પ્રોડક્ટ્સ લોન્ચ કરશે.
બજાજ ફિનસર્વના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી સંજીવ બજાજે જણાવ્યું હતું કે “અમે ભારતની વધતી જતી જરૂરિયાતોને પહોંચી વળવા અને પહેલાથી જ અમારામાં રોકાણ કરી ચૂકેલા ગ્રાહકો સાથે ગાઢ, લાંબા ગાળાના સંબંધો બનાવવા માટે સંપૂર્ણ ફાયનાન્શિયલ સોલ્યુશન્સ પ્રોવાઈડર બનવા માટે પ્રતિબદ્ધ છીએ. એસેટ મેનેજમેન્ટની શરૂઆત અમારી રિટેલ ફ્રેન્ચાઈઝીને વૈવિધ્યીકરણ કરવામાં અને ઘણા મોટા ગ્રાહક આધાર પર નાણાંકીય સેવાઓમાં જૂથની સંયુક્ત શક્તિનો લાભ ઉઠાવવામાં મદદ કરે છે.”
“ટેક્નોલોજી અને એનાલિટિક્સ એ બજાજ ફિનસર્વમાં વ્યવસાયોના પાયાના પથ્થરો છે અને તે માત્ર સક્ષમ કરાવનાર જ નહીં પરંતુ બધાથી અલગ પાડતા પરિબળો પણ છે. બજાજ ફિનસર્વ મ્યુચ્યુઅલ ફંડ ટીમોને સશક્ત કરવા, વિતરકો માટે પ્લેટફોર્મ બનાવવા, રોકાણને સરળ બનાવવા અને ગ્રાહકો માટે લાંબા ગાળાના ટકાઉ મૂલ્યનું નિર્માણ કરવા માટે મોટાપાયે ટેકનોલોજીનો ઉપયોગ કરશે. અમે માનીએ છીએ કે એસેટ મેનેજમેન્ટ બિઝનેસ બજાજ ફિનસર્વને વૃદ્ધિના નવા ઉત્તેજક પ્રકરણ માટે સ્થાન આપે છે,” એમ તેમણે ઉમેર્યું હતું.
બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી ગણેશ મોહને જણાવ્યું હતું કે, “બજાજ ફિનસર્વ મ્યુચ્યુઅલ ફંડની વ્યૂહરચના બજાજ ફિનસર્વ ગ્રુપ જે પાયાના આધાર પર બનેલું છે તે ડેટા અને ટેક પ્લેટફોર્મના ઉપયોગ થકી નવીનતા, સૌને લાભદાયી ભાગીદારી અને ભવિષ્ય માટે તૈયાર બિઝનેસ મોડલ પર બનેલી છે.”
“અમને બધાથી અલગ પાડતી વિશિષ્ટતા એ અમારી રોકાણ ફિલસૂફી છે. અમે આલ્ફાના તમામ સ્ત્રોતો, એટલે કે ઈન્ફોર્મેશન એજ, ક્વોન્ટિટેટિવ એજ તેમજ બિહેવિયરલ એજને એક ફ્રેમવર્કમાં જોડવા માંગીએ છીએ, જેને અમે ‘INQUBE’ કહીએ છીએ. સમગ્ર ઉદ્યોગના નિષ્ણાંતો અને બજાજ ફિનસર્વ ગ્રૂપના પ્રોફેશનલ્સનો સમાવેશ કરતી અમારી ટીમ, અમને ઉદ્યોગની ઊંડી જાણકારી તેમજ ગ્રૂપની સંસ્કૃતિ અને પાયાના મૂલ્યોનો લાભ મેળવવા સક્ષમ બનાવે છે,” એમ મોહને ઉમેર્યું હતું.
બજાજ ફિનસર્વ મ્યુચ્યુઅલ ફંડે તેની પ્રથમ સાત સ્કીમ સેબીમાં દાખલ કરી હતી એટલે કે લિક્વિડ ફંડ, મની માર્કેટ ફંડ, ઓવરનાઈટ ફંડ, આર્બિટ્રેજ ફંડ, લાર્જ એન્ડ મિડ-કેપ ફંડ, બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ અને ફ્લેક્સી કેપ ફંડ. બજાજ ફિનસર્વ મ્યુચ્યુઅલ ફંડ આ પ્રોડક્ટ્સને આગામી 30 દિવસમાં રજૂ કરવાનું શરૂ કરશે અને ફિક્સ્ડ ઇન્કમ પ્રોડક્ટ્સથી તેનો પ્રારંભ કરશે.
મોહને જણાવ્યું હતું કે ભાવિ પ્રોડક્ટ રોડમેપ લાર્જ માર્કેટ સાઈઝ કેટેગરીના બદલે બજારની તકો અને ટકાઉ આલ્ફા પેદા કરવાની શક્યતાઓને આધારે રોકાણ ટીમ દ્વારા નક્કી કરવામાં આવશે.
બજાજ ફિનસર્વને બજાજ ફિનસર્વ મ્યુચ્યુઅલ ફંડ હેઠળ તેની મ્યુચ્યુઅલ ફંડ કામગીરી શરૂ કરવા માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) તરફથી માર્ચ 2023માં બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ (BFAML)ને ઈન્વેસ્ટમેન્ટ મેનેજર તરીકેની અંતિમ નોંધણી પ્રાપ્ત થઈ હતી.
બજાજ ફિનસર્વ મ્યુચ્યુઅલ ફંડનું ઓપરેટિંગ મોડલ બજાજ ફિનસર્વની ઉદ્યોગસાહસિક સંસ્કૃતિ, નવીનતા, કડક અમલીકરણ, મજબૂત રિસ્ક મેનેજમેન્ટ અને લાંબા ગાળાની ટકાઉ વૃદ્ધિ સાથે સંરેખિત છે.
કંપનીની રોકાણ ટીમનું નેતૃત્વ નિમેશ ચંદન, ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર કરે છે, જેઓ ભારતીય મૂડી બજારોમાં રોકાણ કરવાનો 22 વર્ષનો અનુભવ ધરાવતા ઈન્વેસ્ટમેન્ટ પ્રોફેશનલ છે.
બજાજ ફિનસર્વ મ્યુચ્યુઅલ ફંડની લીડરશિપ ટીમમાં અનિરુદ્ધ ચૌધરી, હેડ – રિટેલ અને ઈન્સ્ટિટ્યૂશનલ બિઝનેસ, નિલેશ ચોંકર, હેડ – ઓપરેશન્સ એન્ડ ફાઇનાન્સ, હરીશ ઐયર, હેડ – લીગલ એન્ડ કમ્પ્લાયન્સ, રોયસ્ટન નેટ્ટો, હેડ – માર્કેટિંગ અને ડિજિટલ બિઝનેસ, નિરંજન વૈદ્ય, હેડ – આઈટી અને વૈભવ તારીખ, હેડ – હ્યુમન રિસોર્સીસનો સમાવેશ થાય છે.
બજાજ ફિનસર્વ મ્યુચ્યુઅલ ફંડ બજાજ બ્રાન્ડનો લાભ મેળવશે જે લગભગ એક સદીથી ભારત માટે ઉચ્ચ-ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સ પહોંચાડવાનો પર્યાય બની ચૂકી છે.
છેલ્લા 16 વર્ષથી બજાજ ફિનસર્વ ગ્રૂપે વ્યક્તિની નાણાંકીય જરૂરિયાતોને પહોંચી વળવા અને સેવિંગ્સ પ્રોડક્ટ્સ, કન્ઝ્યુમર અને કોમર્શિયલ લોન, મોર્ગેજીસ, ઓટો ફાઇનાન્સિંગ, સિક્યોરિટીઝ બ્રોકરેજ સર્વિસીઝ, જનરલ અને લાઈફ ઈન્શ્યોરન્સ અને ઈન્વેસ્ટમેન્ટ્સ જેવા સોલ્યુશન્સ દ્વારા નાણાંકીય સ્થિતિસ્થાપકતા ઊભી કરવામાં મદદ કરવા માટે વ્યૂહાત્મક નિપુણતાઓ બનાવી છે.
બજાજ ફિનસર્વ 10 કરોડ ગ્રાહકોને 4,500 સ્થળોએ ડિજિટલ અને ભૌતિક પહોંચના સંયોજન દ્વારા સેવા આપે છે. બજાજ ગ્રૂપ તેના સામાજિક પ્રભાવ કાર્યક્રમો દ્વારા અત્યાર સુધીમાં 2 મિલિયન લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યું છે.
સૂચિત્રા આયરે