Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં એલસીબીએ 23.92 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો

Share

અમદાવાદમાં આગામી રથયાત્રાને લઈને પોલીસનું જડબેસલાક ચેકિંગ ચાલી રહ્યું છે. શહેરમાં કોઈપણ ગુનેગાર કે બુટલેગર દારૂ કે ડ્રગ્સની હેરાફેરી કરતા હોય તેમની પર નજર રાખવા સૂચનાઓ આપી દેવાઈ છે. ત્યારે શહેરમાં ઝોન-1 એલસીબીના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન તેમને વિદેશી દારૂના જથ્થા અંગેની બાતમી મળી હતી. બાતમીને આધારે ગોતામાં વિસત એસ્ટેટમાં સ્થિત જય અંબે ગ્રેનાઈટ માર્બલ કંપાઉન્ડ ખાતે રેઈડ કરી હતી.

આ રેઈડ દરમિયાન કપાસની ગાંસડીની આડમાં ગોડાઉનમાં છુપાવીને રાખેલો ભારતીય બનાવટના વિદેશી દારૂની 8376 બોટલો મળી હતી. જેની કિંમત 23.92 લાખ થાય છે. એલસીબીના કર્મચારીઓએ દારૂની બોટલો સહિત 10 લાખની કિંમતનો ટ્રક, ખોટી નંબર પ્લેટ લગાવેલી ઈકો ગાડી મળીને કુલ 35.42 લાખનો મુ્દ્દામાલ કબજે કર્યો હતો. તે ઉપરાંત ત્રણ વોન્ટેડ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં ટ્રકનો ચાલક, વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર તથા ગોડાઉન રાખનાર, ગ્રેનાઈટ માર્બલના ગોડાઉનનો કબજો ધરાવનાર તથા વિદેશી દારૂનો જથ્થો લેવા આવનાર ઈકો ગાડીના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

સ્કુલ ચલે હમ…..નાના ભુલકાઓનો શાળાએ આજે પહેલો દિવસ..

ProudOfGujarat

લીંબડી ખાતે આવેલ સખીદા કોલેજ ખાતે ફીનિશિંગ સ્કુલનો શુભારંભ કરવામાં આવ્યો.

ProudOfGujarat

મોસાલી પોસ્ટ ઓફિસનાં સ્ટાફની પ્રસંશનીય કામગીરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!