Proud of Gujarat
FeaturedGujaratINDIA

સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા

Share

રાજ્યમાં દક્ષિણ-પૂર્વી અરબી સમુદ્રમાં દબાણ સર્જાતા વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. હાલમાં વાવાઝોડાની ગતિ 40 કિમી પ્રતિ કલાકની છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં લોપ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થશે.

દક્ષિણ-પૂર્વી અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાતા રાજ્યમાં વાવાઝોડાનો ખતરો બન્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલે લક્ષદ્વીપ પાસે હવાનું દબાણ વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. આ દબાણ બાદ આગામી 12મી જૂનથી 14 જૂન સુધીમાં રાજ્યમાં વાવાઝોડુ ત્રાટકવાની સંભાવના છે. આગામી 13મી જૂને વાવાઝોડાની અસર જોવા મળશે. સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. વાવાઝોડાને પગલે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.

Advertisement

વાવાઝોડાની શરૂઆતની દિશા મુંબઈ અને રત્નાગીરી તરફ હોવાની સંભાવના છે. જો કે 13 જૂનની આસપાસ વાવાઝોડું ગુજરાતનાં દરિયા કાંઠાની નજીક પહોંચી શકે છે. સૌરાષ્ટ્રમાં 13 જૂને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. ગુજરાતનાં દરિયાકાંઠે 13 થી 14 જૂન સુધી વાવાઝોડાનો ખતરો રહેલો છે. જો વાવાઝોડું ફંટાઈ જાય તો પાકિસ્તાનનાં કરાંચી તરફ આગળ વધી શકે છે. આ દરમિયાન દરિયાકાંઠે 50થી 100 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથે રાજ્યમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 15 જૂન સુધી ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય-ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની સંભવાનાઓ છે. આ સાથે બનાસકાંઠા અને સાબરકાંઠા, સુરત, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.


Share

Related posts

નાંદોદ તાલુકાના છટવાડા ગામે નર્મદા વન વિભાગ દ્વારા આંબા કલમનું વિતરણ 

ProudOfGujarat

ઝઘડિયા અને લિમોદરાની સીમના સાત ખેતરોમાંથી બોરવેલના સાધનો ચોરાયા

ProudOfGujarat

પર્યાવરણના દુશ્મનો કોણ, ભરૂચનાં ઝાડેશ્વર નર્મદા નદીનાં કાંઠે મેડિકલ વેસ્ટનાં ઢગલા ઠાલવવામાં આવતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!