Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નવ વર્ષના સુશાસનની ઉપલબ્ધિઓને જન-જન સુધી પહોંચાડવા નડિયાદમાં પત્રકાર પરિષદ યોજાઈ.

Share

કેન્દ્ર સરકારમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૯ વર્ષની સિદ્ધિઓને જન-જન સુધી પહોંચાડવા ભારતીય જનતા પક્ષ દ્વારા વ્યાપક જન સંપર્ક અભિયાન શરુ કરાયું છે. જે અભિયાન આગામી ૩૦ જુન સુધી યોજવાનું છે. કેન્દ્ર રાજ્ય સરકારની યોજનાઓ થકી ખેડા સંસદીય વિસ્તારમાં થયેલા કાર્યોની વિગતો આપવા કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી અને ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા ખેડા જીલ્લા ભાજપ કાર્યાલય કમલમમાં પત્રકાર પરિષદ બોલાવાઈ હતી. જેમાં પ્રદેશ ભાજપ મધ્ય ગુજરાત મીડિયા ઇન્ચાર્જ સત્યેનભાઇ કુલાબકર, વિશેષ સંપર્ક અભિયાન ઇન્ચાર્જ શ્રદ્ધાબેન રાજપુત, ખેડા જીલ્લા ભાજપ મહામંત્રીઓ અમિતભાઈ ડાભી, અપૂર્વભાઈ પટેલ,રાજેશભાઈ પટેલ તથા ઉપપ્રમુખ વિકાસભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, “ ગુજરાત અને કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની સરકારનું શાસન સુશાસન બની રહ્યું છે. સેવાભાવ સાથે સરકાર કેવી રીતે કામ કરી શકે? તેનું પ્રેરણાદાયી ઉદાહરણ વડપ્રધા નરેન્દ્રભાઈ મોદીએ કેન્દ્રમાં તેમના ૯ વર્ષના સુશાસન દરમ્યાન પૂરું પાડ્યું છે. જેના આપણે સાક્ષી છીએ. દેશના ૪૧ કરોડ લોકો ગરીબીની રેખા થી બહાર આવ્યા છે. જે તેમના સુશાસન ની દેન છે. અને વિશ્વ એ પણ તેની નોંધ લેવી પડી છે. ડાઈરેકટ બેનીફીટ ટ્રાન્સફર(DBT) થી પારદર્શક વહીવટ આપી  ગરીબોના ઉત્થાનની પ્રક્રિયા હાથ ધરી છે. તેમના શાસન પૂર્વે દેશમાં રોજ રોજ કૌભાંડ બહાર આવતા હતા, આતંકવાદ ચરમસીમા પર હતો. એર સ્ટ્રાઈક કરીને દુશ્મન દેશોને ભારતની સહનશીલતા સાથે આક્રમકતાનો પણ પરિચય આપી દીધો છે. જમ્મુ કાશ્મીરમાંથી ૩૭૦ કલમ દૂર કરી છે. ટ્રીપલ તલાકનો કાયદો દૂર કરી મુસ્લિમ બહેનોને સામાજીક સુરક્ષા પ્રદાન કરી છે. રામ મંદિર ભારતનો આત્મા છે અને તેના નિર્માણ કાર્યને દિશા આપી દીધી છે. કાશી વિશ્વનાથ કોરીડોર, મહાકાલ કોરીડોર સહીતના તીર્થધામોનો કાયાકલ્પ કર્યો છે. સૌર ઊર્જા અને ઈલેક્ટ્રીકલ વપરાશ ક્ષેત્રે પણ ભારત આગેકુચ કરી રહ્યું છે. જેનો માથાદીઠ વપરાશ પણ નોંધપાત્ર રીતે વધ્યો છે.

દેશના ૬ લાખથી વધુ ગામડામાં વીજળી પહોંચી છે. કેન્દ્ર સરકારમાં પોતે જે વિભાગની જવાબદારી સંભાળે છે તે ટેલીકોમ અને પોસ્ટ વિભાગના વિકાસની વાત કરતા કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે અગાઉ ટેલીકોમ વિભાગમાં 2G જેવા કૌભાંડો બહાર આવતા હતા. જેમાં પારદર્શી વહીવટ આપવાનું પડકાર ભર્યું કામ ટેલીકોમ ક્ષેત્રે થયું છે. 5G ની હરાજી પારદર્શી રીતે પૂરી થઇ છે. પોસ્ટ વિભાગનો વ્યાપ વધુ અસરકારક બની રહે  એ રીતે ભારતમાં પ્રત્યેક ૫ કી.મી. ના અંતરે એક પોસ્ટ ઓફીસ બને એવો અભિગમ અમલમાં મુકાયો છે. આવનારા વર્ષો ભારતની આઝાદીના અમૃત કાળના વર્ષો છે ત્યારે રાષ્ટ્ર સર્વાંગી ક્ષેત્રે વિકાસમાં હરણફાળ ભરી રહ્યું છે. જેનો લાભ કેન્દ્ર અને રાજ્યની સરકારી યોજનાઓ થકી ખેડા જીલ્લાને પણ મળી રહ્યો છે. નડિયાદમાં અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત અત્યાધુનિક રેલવે સ્ટેશન આકાર લેશે. વિશેષ સંપર્ક અભિયાનના ઇન્ચાર્જ શ્રદ્ધાબેન રાજપુતે કહ્યું હતું કે  દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના શાસનમાં આમૂલ પરિવર્તનો આવ્યા છે. જેમાં કુટનીતિ, વિકાસનીતિ, મહિલા સુરક્ષા સહીત સર્વાંગી ક્ષેત્રે ભારત વિશ્વમાં પ્રતિનિધિત્વ કરી રહ્યું છે. જે સુશાસનની દેન છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

અંકલેશ્વર કેશવપાર્ક વિસ્તારમાં આવેલ આંખની હોસ્પિટલ સામેથી દારૂ ઝડપાયો

ProudOfGujarat

માંગરોળ મોસાલી ગામના રહેણાંક વિસ્તારમાં બેફામ દોડતી કોલસાની ટ્રકોમાંથી રજકણો ઉડતા લોકો પરેશાન

ProudOfGujarat

પોલીસ-પાટીદારો વચ્ચે ઘર્ષણ થતા બહાર ઊભેલી પોલીસ અંદર ગઈ હતી, PSIની જુબાની

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!