Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલાના ભ્રહ્યમપુત્ર હોસ્ટેલ ખાતે “વિશ્વ પર્યાવરણ દિવસ” ની ઉજવણી કરાઇ

Share

આજે સમગ્ર વિશ્વ સૃષ્ટિના વાતાવરણમાં થઈ રહેલા અસાધારણ પરિવર્તનોથી ચિંતિત છે ત્યારે ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં ૫ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ‘બીટ પ્લાસ્ટિક પોલ્યુશન’ થીમ સાથે જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા ૫૦ મો વિશ્વ પર્યાવરણ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યકક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા બનાસકાંઠાના અંબાજી ખાતે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણથી ક્યુ.આર.(QR) કોડ લોન્ચીંગ કરી ઉજવવામાં આવ્યો હતો.

૫ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તેમજ મિશન લાઇફની સામૂહિક ગતિશીલતાની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં ભરૂચ-નર્મદા સાંસદ મનસુખભાઈ વસાવાની વિશેષ ઉપસ્થિતિ અને અધ્યક્ષસ્થાને ‘પ્લાસ્ટિકથી થતા પ્રદૂષણ નિવારણ’ થીમ અંતર્ગત રાજપીપલાની ગુજરાત ફોરેસ્ટ રેન્જર કોલેજ ભ્રહ્યમપુત્ર હોસ્ટેલ વડીયા પેલેસ કેમ્પસ ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે સાંસદ વસાવાએ જણાવ્યું કે, માનવીનું જીવન પ્રકૃતિ અને જીવસૃષ્ટિ પર આધારિત છે. વનો નષ્ટ થશે તો આદિવાસીઓનું જીવન આવનારા સમયમાં જોખમમાં મૂકાશે. પૃથ્વીનો પ્રત્યેક જીવ એક યા બીજી રીતે પર્યાવરણ સાથે જોડાયેલો છે. પર્યાવરણ સંરક્ષણ જાળવણી માટે આજે આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ અને નાના-મોટા પ્રયાસ કરી વૃક્ષો વાવીએ, જતન કરીએ.

સાંસદ.વસાવાએ વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણની જાળવણી માટે સંદેશો આપી વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવા અપીલ કરી હતી.

Advertisement

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસનું અંબાજી ખાતેથી આયોજિત કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ શ્રી વસાવા સાથે સૌ ઉપસ્થિત અધિકારી-પદાધિકારીઓ સહિત લોકોએ નિહાળ્યું હતું. જિલ્લા માહિતી કચેરી નર્મદા દ્વારા પણ આ પ્રસંગે લોકજાગૃતિ તથા સરકારની અનેકવિધ યોજનાકીય માહિતી પુસ્તિકા તથા સાહિત્ય વિતરણ કરીને પ્રસંશનીય કામગીરી કરી હતી. રેન્જ ફોરેસ્ટના તાલીમાર્થીઓ દ્વારા અધિકારીઓએ પણ પર્યાવરણની જાળવણી માટે સાયકલ રેલી થકી લોકોને સંદેશો આપ્યો હતો. રેલીનું પ્રસ્થાન સાંસદે લીલી ઝંડી આપીને કરાવ્યું હતું.

નર્મદા વન વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા, નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, નાયબ વન સંરક્ષક નિરજકુમાર, સંબંધિત અધિકારી-કર્મચારીઓ, દ્વારા કેમ્પસમાં વૃક્ષારોપણ કર્યુ હતુ. તાલીમાર્થીઓ દ્વારા પ્રસંગને અનુરૂપ સમૂહ તસ્વીર પડાવી હતી. અને ૫૦૦૦ વૃક્ષો વાવવાની નેમ વ્યક્ત કરી હતી. રેંજ ફોરેસ્ટના તાલીમાર્થી અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ પર્યાવરણના રક્ષણની પ્રતિજ્ઞા લીધી હતી.

આ પ્રસંગે રેન્જ ફોરેસ્ટની તાલીમાર્થી વિદ્યાર્થીની શ્વેતાબેન દ્વારા ગ્લોબલ વોર્મિંગ અંગે વિસ્તૃત જાનકારી આપવામાં આવી હતી. નાયબ વન સંરક્ષક નિરજકુમાર દ્વારા મહાનુભાવોને કૃષ્ણકમલ વેલ અને બુકે દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અંતમાં નાયબ વન સંરક્ષક (સામાજિક વનવિભાગ) મિતેશ પટેલે આભાર વિધી કરી હતી.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ GIDC માં આવેલ શ્રી લક્ષ્મી મોટર્સ અતુલ શક્તિનાં શો રૂમનાં કંપાઉન્ડમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat

ભરૂચ : કેનાલમાં પડેલા ગાબડાના કારણે પાક નષ્ટ થતાં ખેડૂતોએ વળતરની માંગ સાથે આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

લીંબડી મોટાવાસ વિસ્તારનાં નાકે કચરો, દારૂની થેલીઓનો ઢગલો થતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!