Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડાના અંબાડી ગામના ટ્રેકટર ડ્રાઇવરને એક ઈસમે મારી પત્ની સાથે ફોન પર કેમ વાત કરે છે કહી માર માર્યો

Share

ઉમરપાડા તાલુકાના અંબાડી ગામના ટ્રેક્ટર ડ્રાઇવરને આ જ ગામના ઈસમે મારી પત્ની સાથે તું ફોન પર કેમ વાત કરે છે એવું કહી માર માર્યો હતો
અંબાડી ગામના મિથુનભાઈ તીજીયાભાઈ વસાવા ટ્રેક્ટર ડ્રાઇવર તરીકે કામ કરે છે જેથી બાજુના બરડી ગામના ગોવિંદભાઈ ગણપતભાઈ વસાવાને ત્યાં ટ્રેક્ટર લઈ ખાતર કાઢવા માટે તેઓ ગયા હતા ત્યારે બરડી ગામે અંબાડી ગામનો પ્રદીપ ઈશ્વર વસાવા અને કૌશિક નરસિંહ વસાવા બંને ઇસમો બાઇક ઉપર લાકડી લઈને તેની પાસે આવ્યા હતા અને તું મારી પત્ની સાથે ફોન પર કેમ વાત કરે છે તેવું કહેતા મિથુનને જણાવ્યું કે પહેલા હું વાત કરતો હતો પરંતુ હવે હું વાત કરતો નથી એવું કહેતા પ્રદીપ ઉસકેરાઈ ગયો હતો અને મિથુનને માથામાં લાકડીનો સપાટો મારી નીચે પાડી દીધો હતો અને ખભા ઉપર લાકડીના સપાટો માર્યો હતો સાથે આવેલા કૌશિક નરસિંહ વસાવા એ પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મિથુનને માથા માંથી લોહી નીકળવા લાગ્યુ હતું જેથી અન્ય લોકો પણ મદદ જ દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 ની મદદથી ઉમરપાડા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે બારડોલી લઈ જવામાં આવ્યો હતો. આ ગુના સંદર્ભમાં મિથુન વસાવા એ બંને ઇસમો વિરુદ્ધ ઉંમરપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચનાં ગોલ્ડન બ્રિજનાં દક્ષિણ છેડેથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે એક આરોપીની ધરપકડ કરતી ક્રાઈમ બ્રાંચ.

ProudOfGujarat

પિલાટે ગર્લ સીરત કપૂરનો વર્કઆઉટ વીડિયો ખરેખર અમારા માટે પ્રેરણા છે.

ProudOfGujarat

शाहरुख खान कुछ इस तरह कर रहे है एसिड पीड़ित महिलाओं की मदद

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!