Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોને વિનામૂલ્ય શૈક્ષણિક કીટ વિતરણ કરાઇ.

Share

ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ, ભરૂચનો વિનામૂલ્ય શૈક્ષણિક કીટ વિતરણનો કાર્યક્રમ ભરૂચના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે સંસ્થાના પ્રમુખ પરેશ મેવાડાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. સદર કાર્યક્રમમાં ભરૂચના મહાવીર ઇન્ટરનેશનલના મેહુલ અંકલેશ્વરીયા, યુપીએલ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ધર્મેશ પટેલ, નારાયણ વિદ્યાલયના ભગુભાઈ પ્રજાપતિ, એડવોકેટ અરવિંદભાઈ દોરાવાલા, ફિલાટેક્સ કંપનીના રાજેશ શર્મા,‌ ડેકકન ફાઈન કેમના રાહુલભાઈ શાહ તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, અને આશરે ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓને વિનામૂલ્ય કીટનું વિતરણ કર્યું હતું. મહાનુભાવોએ સંસ્થાના કાર્યને બિરદાવી સંસ્થાના પ્રમુખ પરેશ મેવાડાને અભિનંદન પાઠવ્યા હતા. સદર કાર્યક્રમમાં સંસ્થાની બહેનો ઈશા મેવાડા, વૈશાલી ચંદેલ, નીતા બાર શાખવાલા, સુમેરા પંડ્યા, અમિતા રાણા, ગૌરીબેન મકવાણા, શીતલ રાજભોઈ, કોમલ રાણા, અફસાના‌શેખ, જ્યોત્સનાબેન, નાજેરા‌ શેખ વગેરે બેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Advertisement

Share

Related posts

ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા ની પતિક્રિયા સામે આવી છૅ, થોડા દિવસ અગાઉ VHP ના ધર્મેન્દ્ર ભવાની એ આપેલા નિવેદન સામે વસાવા એ પ્રહાર કર્યા હતા,

ProudOfGujarat

ભરૂચના ઝાડેશ્વર ખાતે શ્રી સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજ દ્વારા નિઃશુલ્ક સર્વ રોગ નિદાન અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના કાલિયાપુરા ગામે પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!