નેત્રંગ SRF ફાઉન્ડેશન દ્વારા રુરૂલ શૈક્ષણિક કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાના 12 ગામો અને નેત્રાંગ તાલુકાના 18 ગામોમા શૈક્ષણિક વિકાસ માટે છેલ્લા દશ વર્ષોથી કાર્યરત છે. એ ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે અને ઉમદા કર્યોની મહેક ગામના દરેક લોકો અને ગ્રામ પંચાયત પણ આ શૈક્ષણિક વિકાસમા સહ-ભાગીદારી નોંધવે તો ગામનની શાળા અને આંગણવાડીનો ભૌતિક વિકાસ અને સથોસથ શૈક્ષણિક વિકાસ મજ્બુત બનશે. આ ઉદ્દેશને હાંસલ કરવા SRF ફાઉન્ડેશન દ્વારા પ્રોજેક્ટ વિસ્તારના તમામ સરપંચ મિત્રો અને ગામ આગેવનોનિ એક નાનકડી બેઠક નેત્રંગ ખાતે આયોજિત કરવામા આવી હતી. કાર્યક્રને દીપાવવા અને માર્ગદર્શન પુરુ પાડવા ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિન ચેરમેન અલ્પેશભાઈ, BRC હિરેન પટેલ અને ગામોમાથી પધારેલ સરપંચો અને આગેવનો ઉપસ્તિથિ રહ્યા હતા.
SRF ફાઉન્ડેશનના પ્રોજેક્ટ ઑફિસર જિગ્નેશ ક્રિસ્ટી અને સુનિલ ગામીત દ્વારા રુરૂલ શૈક્ષણિક કાર્યક્રમ વિશે ઉપસ્થિતિ મહાનુભવોને SRF ફાઉન્ડેશન કાર્યોની પી.પી.ટી માધ્યમથી સમજણ આપવામા આવી. જેમા ખાસ કરીને ગ્રામીણ શિક્ષણ પર ભાર આપવામા આવ્યુ હતુ. જેમા બાળકોના સર્વાંગી વિકસ કેન્દ્રમા રાખી ગુણવત્તાયુક્ત શિક્ષણ અને તાલીમ આપવી જે સમાજના તમામ વર્ગોના બાળકો અને યુવાનોને વ્યક્તિગત આકાંક્ષાઓ હાંસલ કરવા અને પ્રાપ્ત કરેલ જ્ઞાન, કૌશલ્ય અને મૂલ્યો દ્વારા આવતીકાલ માટે વધુ સારા સમાજનું નિર્માણ કરવા પ્રેરણા આપે.
જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અલ્પેશભાઈ દ્વારા વિવિધ ગામોથી પધારેલ સરપંચોને અભિનંદન આપતા જણાવ્યું કે ગામના અને શાળાના વિકાસ માટે જે રસ દાખવ્યો છે એવી જ રીતે પંચાયત ભંડોળમાથી પણ શાળાના વિકાસ કાર્યો કરી શકો છો તેમજ SRF ફાઉન્ડેશનના કાર્યો કરવાની શૈલીને બિરડાવ્યું અને ગામના સરપંચોને આ સુંદર કાર્યો મદદરૂપ થવા કહેવામા આવ્યુ. BRC – નેત્રગ હિરેન પટેલે જણાવ્યું કે SRF ફાઉન્ડેશન અંતરિયળ વિસ્તારોમા ખુબ જ ઉમદા કામ કરવામા આવી રહ્યુ છે એ કાર્યોમા જો સમુદાયનો સહકાર મળે તો ગામની શાળાઓ ગુજરાત રાજ્યની અંદર એક મૉડલ સ્કૂલની શરૂઆત આપણે કરી શકીએ.