વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે માં જમીન સંપાદન મામલે ભરૂચ જિલ્લાના ખેડૂતોને અન્ય જિલ્લા ઓની જેમ યોગ્ય વળતર ન મળતા અનેક ખેડૂતોએ સરકાર સામે બાયો ચઢાવી એક્સપ્રેસ વે ની કામગીરીનો વિરોધ યથાવત રાખ્યો છે, તો બીજી તરફ સમગ્ર મામલો રાજકીય રંગ પણ પકડી રહ્યો છે.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ અગ્રણી અને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા દ્વારા એક પ્રેસનોટ જાહેર કરી સરકાર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, સાથે સાથે જણાવવામાં આવ્યું છે કે કોંગ્રેસ દ્વારા ખેડૂતોને ડો. મનમોહન સિંહની સરકારના નેતૃત્વમાં આવેલ જમીન સંપાદન અધિનિયમ 2013 હેઠળ વળતર ચૂકવવામાં નહીં આવે તો આગામી સમયમાં કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોને પ્રોત્સાહન અને જાગૃતિ લાવવા માટે પદયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
વધુમાં તેઓએ ઉલ્લેખ કર્યો હતો કે ભરૂચ જિલ્લાની પ્રજાએ ભાજપને પાંચેય બેઠકો કરી દીધી અને ઇનામ નીચા એવોર્ડ જાહેર કરી સરકાર દ્વારા અપાય રહ્યું છે, ખેડૂત આગેવાનોએ પણ સ્પષ્ટ વાત કરવી પડશે અને દૂધ અને દહીંમાં પગ રાખવાનું બંધ કરવું પડશે તો જ અસરગ્રસ્ત ખેડૂતોને ન્યાય અપાવી શકાય તેમ છે.