આજે 3 જૂને નર્મદા ખાંડઉદ્યોગ સહકારી મંડળી લી.ધારીખેડા ખાતે દૈનિક ૧૦૦ મે.ટન ક્ષમતાનાં ઓર્ગેનીક દાણાદાર પોટાશ ખાતર પ્રોજેકટનું લોકાર્પણ
પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ તથા મંત્રી, સાંસદ, ધારાસભ્યની ઉપસ્થિતિમાં થવાનું હતું. જેની નર્મદા સુગરનાં ચેરમેન ઘનશ્યામ પટેલ દ્વારા તડામાર તૈયારીઓ થઈ ચુકી હતી. પરંતુ ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનો વચ્ચેની અથડામણમાં 285 લોકોના મોત અને 1000 લોકો ઘાયલ થતાં ધારીખેડાનો ભુમીપુજન અને લોકાર્પણ કાર્યક્રમ રદ કરાયો હતો.
નર્મદા સુગરનાં ચેરમેન ઘનશ્યામ પટેલે સ્ટેજ પરથી આ દુઃખદ ઘટનાં અંગે ખેદ વ્યક્ત કરી સમગ્ર દેશમાં આ દુઃખદ ઘટનાઓ અંગે દેશવ્યાપી
જયારે શોક મનાવાતો હોય ત્યારે આજના કાર્યક્રમનું ઉદ્ધઘાટન કરવું યોગ્ય નથી એમ જણાવી ઘનશ્યામ પટેલે મૃતકો પ્રત્યે ઘેરી સંવેદના વ્યક્ત કરી બે મિનિટનું મૌન પાળી લોકાર્પણનો સમગ્ર કાર્યક્રમ રદ કર્યો હતો.
આજે દૈનિક ૧૦૦ મે.ટન ક્ષમતાનાં ઓર્ગેનીક દાણાદાર પોટાશ ખાતર પ્રોજેકટનું લોકાર્પણ થવાનું હતું તેમજ ૧૫ મેગા વોટ પાવર એક્સપોર્ટના
સબ સ્ટેશનનું અને ૪૫ કે.એલ.પી.ડી. ડિસ્ટીલરીના એક્ષપાન્શનનું ભૂમિપૂજન પણ રદ કરાયું હતું. આ પ્રસંગે ટ્રેન દુર્ઘટનાથી વ્યથીત થયેલા સાંસદ મનસુખ વસાવાએ પણ ઘેરાશોકની લાગણી અને મૃતકો અને તેમના પરિવાર પ્રતિ સંવેદના વ્યક્ત કરી હતી. ભારતીય જનતા પાર્ટીએ આજે તેમના તમામ કાર્યક્રમો રદ કર્યા હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, નાંદોદનાં ધારાસભ્ય દર્શનાંબેન દેશમુખ, ભરૂચનાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા વગેરે મહાનુભવો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
દીપક જગતાપ, રાજપીપલા