Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગરમાં અઢી વર્ષની બાળકી રમતાં રમતાં બોરવેલમાં પડી, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

Share

જામનગરમાં અઢી વર્ષની બાળકી રમતાં રમતાં ખુલ્લા બોરવેલમાં ફસાઈ જતાં તેને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બાળકીને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. બાળકી હાલ બોરની અંદર 20 ફૂટ નીચે ફસાયેલી જોવા મળી રહી છે. બચાવ કરનારની ટીમને બાળકીને હાથ દેખાયા હતાં. હાલમાં ઓક્સિજન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે જામનગર તાલુકાના તમાચણ ગામમાં અઢી વર્ષની બાળકી 35 થી 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતાં ફસાઈ ગઈ છે. વાડી વિસ્તારમાં બોરવેલમાં બાળકી ફસાઈ જતાં આસપાસના લોકો તેમજ ગ્રામજનો દોડી આવ્યાં હતાં. ફાયરની ટીમની સાથે 108 ની ટીમ પણ બાળકીને બચાવવા તાત્કાલિક દોડી આવી હતી. ટીમોએ હાલ રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું છે. બચાવ કામગીરીમાં ફાયરબ્રિગેડ શાખા અને ગ્રામજનો સહિતના લોકો જોડાયા છે.

આ અંગે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સી.એન. પાન્ડિયને મીડિયાને જણાવ્યું હતું કે, ખેતમજૂરી કરતા અને મુળ મધ્યપ્રદેશના રહેવાસી એવા શ્રમિક પરિવારની બાળકી સવારે 10 વાગ્યે બોરવેલમાં પડી ગઈ હતી. અકસ્માતે રમતા-રમતા બાળકી પડી ગઈ હતી. કેમરા સાથે ફાયરની ટીમે બચાવ કામગીરી શરૂ કરી છે. હાલ બાળકી અંદાજે બોરની અંદર 20 ફૂટ નીચે છે. બાળકની હાથ દેખાઈ રહ્યા છે. ઓક્સિજનની પણ કાર્યવાહી ચાલું છે. બોરવેલની સાઈડમાં ખોદકામ ચાલુ કરવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર પ્રાંત કચેરીના શિરસ્તેદારની જગ્યા પર યોગ્ય મહેસૂલનું જ્ઞાન ધરાવતા અધિકારીને મૂકવા માંગ.

ProudOfGujarat

ભરૂચમાં આજે વધુ 24 કોરોના પોઝીટીવ દર્દીઓ આવતા કુલ આંક 837 પર પહોંચ્યો.

ProudOfGujarat

“નિશાચર,” એક મર્ડર મિસ્ટ્રી વેબ સિરીઝ જે આજે રિલીઝ થવાની છે, તે તમને સ્તબ્ધ કરી દેશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!