Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં શિક્ષકને ગઠિયાએ શિકાર બનાવી ઓનલાઇન ૫૭ હજાર ઉપાડી લીધા

Share

નડિયાદના શિક્ષકે ટ્વિટર પર ટ્વિટ કર્યું અને ગઠિયાએ બેંકના ટ્વીટર હેન્ડલ તરીકે ખોટી ઓળખ આપી રૂપિયા ૫૭ હજાર ૮૮૧ ઉપાડી લીધા. આ બનાવ સંદર્ભે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

નડિયાદમાં મરીડા રોડ પર રહેતા ગુલામહૈદર નસરૂદીન મલેક જે શિક્ષક તરીકે નોકરી કરે છે. તા. ૯ મે રોજ એપ્લીકેશન ઓપન કરતા તેમાં તેમના ક્રેડિટ કાર્ડની વિગત બતાવતું ન હોવાથી તેઓએ પોતાના ટ્વિટર મારફતે  ક્રેડિટ કાર્ડ હેલ્પ લાઇન સેવા સંતોષકારક જવાબ આપતી નથી. આ બાબતે બેંકને ઇમેલ પણ કરેલ તેમજ કસ્ટમર કેરમાં વાત કરેલ જેનો પણ કોઇ સંતોષકારક જવાબ મળેલ નહી અને આશરે ૩૦ મીનીટ બાદ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં સામેવાળા વ્યક્તિએ પોતાની ઓળખાણ બેન્કના ટ્વિટર હેન્ડલ તરીકે આપી હતી. કહ્યું તમે ટ્વિટ કરેલ હતું જેથી મેં તમારી સમસ્યા જાણવા માટે ફોન કર્યો છે. જેથી ગુલામહૈદર બેન્કમાંથી ફોન આવ્યો હોય તેમ લાગતા તેઓની સાથે એપ્લીકેશનમા ક્રેડિટ કાર્ડની વિગત બતાવતું નથી તેમ જણાવ્યું જેથી તેઓએ ફોન ચાલુ રખાવી ગુગલ ક્રોમ ઓપન કરાવી તેમાં ઇન્સઇ બેન્ક ક્રેડિટ કાર્ડ લોગીન સર્ચ કરાવી તેમાં કાર્ડની વિગતો ભરવા જણાવ્યું હતું. ગુલામહૈદર તે વિગતો ભરી હતી અને મોબાઈલમાં એક ઓટીપી આવ્યું  અને સામાવાળાને તે ઓટીપી આપ્યા વગર તેમના ક્રેડીટ કાર્ડમાંથી રૂપિયા ૧૯ હજાર ૮૮૧ તેમજ ૩૭ હજાર ૯૯૬ ડેબીટ થયા હતા. આમ કુલ રૂપિયા ૫૭, ૮૮૧ ડેબીટ થઇ ગયા ત્યારે પોતાની સાથે ફ્રોડ થયેલ હોવાનું જાણ થતા ફોન કટ કરી દિધો હતો. ત્યારબાદ બેન્કમાંથી ફોન આવેલ અને આ ટ્રાન્જેકશન બાબતે પુછતા ટ્રાન્જેકશન તેઓએ નહિ કરેલ હોવાનું જણાવતા તેઓએ કાર્ડ બ્લોક કરી દિધેલ હતુ. આ સંદર્ભે જે તે સમયે સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર પર અને આજે  અજાણ્યા મોબાઈલ ધારક સામે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

વાલીયા ની શ્રી નવચેતન વિધ્યા મંદીર ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

છોટાઉદેપુરમાં જુની પેન્શન યોજના ચાલુ કરવાની માંગ સાથે સંયુકત મોરચા દ્વારા રેલી યોજી આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

નડિયાદ ડભાણ રોડ પર અચાનક ગાય આવી જતા ચાલકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!