સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઝંખવાવ બેઠકમાં મોદી સરકારના 9 વર્ષમાં કરાયેલા કાર્યો તેમજ મહત્વના વિકાસના કામોની સિદ્ધિઓનું રીપોર્ટ કાર્ડ પ્રજા સમક્ષ રજૂ કરાયું હતું.
જેમાં તા.30 મી મે થી જૂન સુધી ગુજરાતભરમાં મહા જનસંપર્ક અભિયાન યોજનાર છે. માંગરોળ વિધાનસભામાં વિશેષ સંપર્ક અભિયાનથી ચાલશે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સિદ્ધિઓ લોકો સુધી પહોંચે તે માટે વિવિધ કાર્યકમો મારફતે જેવા કે લાભાર્થી સંમેલન, વિકાસ તીર્થ, વેપાર સમેલન, પુબુધ સંમેલન, યોગ સિદ્ધિ કાર્યકમો મોટી સંખ્યામાં કાર્યકરો કરશે. કાર્યકમ સણધરા, ઓગણીસા, બોરિયા શરૂ કરવામાં આવ્યું છે. વિવિધ ગામોમાં પ્રવાસ કરીને બુદ્ધિજીવી તથા જૂના કાર્યકરોનો સંપર્ક કરી મોદી સરકારના 9 વર્ષમાં સેવા, સુશાસન અને કલ્યાણ અભિયાન માં “જન સંપર્કથી સમર્થન” ના કાર્યકમો યોજવામાં આવી રહ્યા છે. આ કાર્યકમમાં દિનેશ સુરતી, હર્ષદ ચૌધરી, સુધાકર નાયર, રમેશ ચૌધરી તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ
માંગરોળના ઝંખવાવ જીલ્લા પંચાયત બેઠકમાં થયેલા વિકાસકાર્યોનું રીપોર્ટ કાર્ડ પ્રજા સમક્ષ રજૂ કરાયું
Advertisement