Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

નર્મદા જિલ્લામાં તિલકવાડા ખાતે આન-બાન-શાન સાથે પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની થનારી ભવ્ય ઉજવણી

Share

વિવિધ વિભાગોના ટેબ્લોઝ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશ ભક્તિની કૃતિઓ-
ડોગ શો-કરાટે-જુડો, જિમ્નાસ્ટીક જેવા હેરતભર્યા નિદર્શનો સહિતનું ભવ્યાતિભવ્ય આયોજન
નર્મદા જિલ્લાનું ગૌરવ વધારનાર વિવિધ ક્ષેત્રની તેજસ્વી પ્રતિભાઓનું કરાશે
સન્માન
સરકારી ઇમારતો અને ખાનગી મિલ્કતો જનભાગીદારીથી રોશનીથી ઝળહળી ઉઠશે
જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાના અધ્યક્ષપદે પ્રજાસત્તાક
પર્વની ઉજવણીના પૂર્વ આયોજન અંગે યોજાયેલી બેઠક
નર્મદા જિલ્લામાં આગામી તા. ૨૬ મી જાન્યુઆરી, ૨૦૧૮ ને શુક્રવારના રોજ પ્રજાસત્તાક પર્વની થનારી જિલ્લાકક્ષાની ઉજવણીના પૂર્વ આયોજનના ભાગરૂપે આજે જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાના અધ્યક્ષપદે રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી બેઠકમાં ચર્ચા થયા મુજબ જિલ્લાસ્તરની પ્રજાસત્તાક પર્વની ઉજવણી ધ્વજવંદન સહિત વિવિધ કાર્યક્રમોના સથવારે સંપૂર્ણ આન-બાન અને શાન સાથે કરાશે.
આજે યોજાયેલી ઉક્ત બેઠકમાં ચર્ચા થયા મુજબ રાજ્યકક્ષાએથી નિયત કરાયેલ મહાનુભાવોના હસ્તે તા.૨૬ મીએ સવારે ૯=૦૦ કલાકે તિલકવાડા તાલુકા મથકે મોક્ષ રેસીડેન્સીયલ ગ્રાઉન્ડ ખાતે ધ્વજ વંદન સમારોહ યોજાશે. ધ્વજવંદન બાદ જિલ્લા પોલીસ, એસઆરપી, હોમગાર્ડ દળ, એનસીસી, ગૃહ રક્ષક દળ વગેરે જેવી વિવિધ પ્લાટૂનોની પરેડ અને માર્ચ-પાસ્ટ પણ યોજાશે.
તિલકવાડા મુખ્યમથકે યોજાનારા જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહ સહિત જિલ્લાકક્ષાની આ ઉજવણીના ઉપલક્ષમાં રાજપીપલા મુખ્યમથક ખાતેની તેમજ તિલકવાડા મુખ્યમથક ખાતેની વિવિધ સરકારી કચેરીઓ, સર્કલો તેમજ પેટ્રોલ પમ્પ સહિતની અન્ય ખાનગી મિલ્કતો પણ જનભાગીદારી થકી રોશનીથી ઝળહળી ઉઠશે. તદ્ઉપરાંત ખાસ સફાઇ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવશે.
તિલકવાડા ખાતે યોજાનારા જિલ્લાકક્ષાના ઉક્ત ધ્વજવંદન સમારોહમાં નર્મદા જિલ્લાને ખેલકૂદ, શિક્ષણ, કલા-સાહિત્ય-સાંસ્કૃતિક, આરોગ્ય, સુરક્ષા, વન વિભાગ, મહિલા અને બાળ પોષણ વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં ગૌરવ અપાવનાર વિવિધ તેજસ્વી પ્રતિભાઓનું સન્માન કરી તેમણે પ્રોત્સાહિત કરાશે. તદ્ઉપરાંત જુદા જુદા સરકારી વિભાગો તરફથી તેમના ટેબ્લોઝ પણ રજૂ થશે. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમમાં યોગા તેમજ દેશ ભક્તિને આવરી લેતી વિવિધ કૃતિઓ, ડોગ-શો, કરાટે, જુડો, જિમ્નાસ્ટીક વગેરે જેવા હેરતભર્યા નિદર્શનો પણ આવરી લેવાયાં છે.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી અને ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી.આર. ધાકરે, નાયબ વન સંકક્ષકશ્રી ડૉ. શશીકુમાર, પ્રાયોજના વહિવટદારશ્રી વી.બી. બારીયા, જિલ્લા આયોજન અધિકારીશ્રી પટણી, પ્રાંત અધિકારીશ્રી ધવલ પંડ્યા અને શ્રી ડી.એન. ચૌધરી સહિત જિલ્લાના વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહીને ચર્ચા-વિચારણામાં ભાગ લીધો હતો.

Share

Related posts

બનાસકાંઠા જિલ્લા શૈક્ષણિક સંઘ સમિતિ દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને કલેક્ટરને રજૂઆત કરાઈ

ProudOfGujarat

અંકલેશ્વર ESIC હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ રૂપિયા 1,00,000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા

ProudOfGujarat

માંગરોળ અને ઝંખવાવમાં સુમુલ ડેરીની 70મી વાર્ષિક સાધારણ સભા વર્ચ્યુઅલ માધ્યમથી યોજાઇ.

ProudOfGujarat
error: Content is protected !!