નવાગામ ડીંડોલીમાં આવેલ શ્રીનાથ નગરમાં રહેતા ફરિયાદી અજયસિંહ શ્રીજોમીપ્રસાદ ભૂમદિગાર સુરત શહેરમાં ઓટોરિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, ગઈ તા. 18/2/2023 થી તા. 3/3/2023 ના સમયગાળા દરમિયાન ફરિયાદીના પત્નીએ પોતાના મકાનના કબાટમાં સોનાની ચેઈન, બ્રેસલેટ, સોનાની રીંગ, લોકેટ, કાનની બુટ્ટી સહિતના કુલ રૂપિયા 1,72,185 ની કિંમતના સોનાના દાગીના રાખેલ હતા, જે સોનાના દાગીનાની ચોરી થઈ ગયેલ, તે જ દિવસે સવારે ફરિયાદીના ઘરે છેલ્લા પાંચ વર્ષથી ભાડુઆત તરીકે રહેતા હમવતની તુલસીકુમાર ઘુટો પણ ભાડાનું મકાન ખાલી કરી બિહાર નાસી ગયેલ, જેથી ફરિયાદીને શંકા જતા ભાડુઆતની રૂમ ચેક કરતા ફરિયાદીની પત્નીનું કાનની બુટ્ટીનું ખાલી બોક્સ મળી આવેલ હતું, જેથી હમવતની ભાડુઆત સોનાના દાગીનાની ચોરી કરી બિહાર નાસી ગયેલ હોય, જે બનાવ સંદર્ભે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં IPC કલમ 380 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને ડીંડોલી સર્વેલન્સ સ્ટાફની એક ટીમ આરોપીના વતન ગામ બિહાર તપાસમાં ગયેલ પરંતુ આરોપીને ગુજરાતથી પોલીસ આવેલ હોવાની ગંધ આવી જતા તે ત્યાંથી નાસી ગયેલ હતો. ત્યારબાદ ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, દરમિયાન ચોક્કસ બાતમી હકીકત મળેલ કે “આજથી પાંચ માસ પૂર્વે ડીંડોલીમાં મકાન માલિકના ઘરમાંથી સોનાના દાગીનાની ચોરી કરી બિહાર નાસી ગયેલ ભાડુઆત આરોપી તુલસીકુમાર ઘુટો રહે- બિહારનો સુરત આવેલ છે અને ડીંડોલી મધુરમ સર્કલ પાસે આવેલ કેનાલ રોડ પાસે ઉભો છે” જેથી બાતમી હકીકતમાં જણાવ્યા મુજબની જગ્યા ઉપર જઈ ખરાઈ કરી આરોપીને સર્વેલન્સ સ્ટાફના માણસોની મદદથી કોર્ડન કરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
સુરત : ડીંડોલીમાં મકાન માલિકના ઘરમાં ચોરી કરી છેલ્લા પાંચ માસથી નાસતા ફરતાં આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ
Advertisement