તાજેતરમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વડગામ તથા સરવણ ફોકડી(નાની ફોકડી) ગામોમાં સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનના લાભાર્થીઓને અનાજ ન મળતુ હોવાની નાગરીકોની ફરિયાદોના આધારે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાની રજુઆત તેમજ વર્તમાનપત્રમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલો અંતર્ગત મામલતદાર દ્વારા આકસ્મિક તપાસણી કરીને વડગામની દુકાનના આઠ કાર્ડધારકો તથા સરવણ ફોકડી ગામના છ કાર્ડધારકોના નિવેદનો લેવામાં આવ્યા હતા. તપાસણી દરમિયાન જોવા મળેલી ક્ષતિઓ/ગેરરીતિઓ પરત્વે વિગતવાર અહેવાલના ગુણદોષની ચકાસણી કરીને સુરત જિલ્લા પુરવઠા અધિકારીએ બન્ને દુકાનોના પરવારનેદારનો તા.૨૮/૪/૨૦૨૩ ના હુકમોથી ૯૦ દિવસ તથા ૬૦ દિવસ માટે મોકુફ કરવામાં આવ્યો છે. હાલ બન્ને પરવાનેદારો વિરૂધ્ધ જિલ્લા પુરવઠા અધિકારી સમક્ષ કેસની કાર્યવાહી ચાલુ છે. જેમાં કેસના ગુણદોષના આધારે આખરી નિર્ણય લેવામાં આવશે. બન્ને ગામોની દુકાનના લાભાર્થીઓને નિયમિત અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તેમ સુરત જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જણાવાયું છે.
વિનોદ મૈસૂરિયા : વાંકલ