Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ચોરીની બાઈક સાથે એક આરોપીને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

Share

ભરૂચ જિલ્લામાં ગુનાખોરીને ડામવા માટે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પોલીસ વિભાગ દ્વારા સધન ચેકીંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, અનેક ગુનેગારોને ઝડપી પાડી જેલના સળીયા પણ ગણતા કર્યા છે તેવામાં વધુ એક બાઈક ચોરને પોલીસે ઝડપી પાડ્યો છે.

ભરૂચ ક્રાઇમ બ્રાંચ દ્વારા બાતમીના આધારે અંકલેશ્વરના અંબિકા નગર સોસાયટી ખાતે દરોડા પાડ્યા હતા જ્યાં ચોરીની બાઈક સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો, જે બાદ ઈસમની પૂછપરછ હાથ ધરવામાં આવતા તે ભાંગી પડ્યો હતો અને આ બાઈક આશરે એક વર્ષ અગાઉ તેણે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

Advertisement

ક્રાઇમ બ્રાંચ દ્વારા મામલે નરેશભાઈ ચુનીલાલ ગાંધી રહે, અંબિકા નગર સોસાયટી અંકલેશ્વર નાઓની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


Share

Related posts

વડોદરાના ફતેગંજમાંથી પેનડ્રાઈવ અને એરપોડસ સાથે પરપ્રાંતિય શખ્સને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ.

ProudOfGujarat

જંબુસર તાલુકાના સીગામ ગામનાં ધ્રુવ પંડ્યાએ સૌથી નાની વયે વૈજ્ઞાનિક બનવાની એન્ટ્રન્સ પરીક્ષા પાસ કરી.

ProudOfGujarat

ભરૂચનાં પત્રકારે લગ્નની એનિવર્સરી નિમિત્તે કોવિડ સ્મશાનમાં એક ટ્રક લાકડાનું દાન કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!