વિશાલ મિસ્ત્રી રાજપીપળા
વ્યાજબી ભાવની દુકાનનો સંચાલક ધરમના ધક્કા ખવડાવે છે,બિભત્સ ગાળો બોલે છે સહિત રાજપીપળાની મહિલાઓની અનેક ફરિયાદો સાંભળી કલેકટર ચોકી ઉઠ્યા.
રાજપીપળામાં એક સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનનો સંચાલક વિરુદ્ધમાં અનેક ફરિયાદો લઈને મહિલાઓ જિલ્લા કલેકટર પાસે પહોંચી ગઈ હતી. અને એની વિરુદ્ધમાં ફરિયાદોનું લેખિતમાં લાબું લિસ્ટ કલેકટરને આપતા ખુદ જિલ્લા કલેકટર પણ ચોંકી ઉઠ્યા હતા.આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી કલેકટરે મહિલાઓને આપી છે.
રાજપીપળાના નવા ફળિયા વિસ્તારની મહિલાઓએ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનના સંચાલક વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ કરતા જણાવ્યું હતું કે અમને સંચાલક દ્વારા ધારા ધોરણ મુજબ અનાજ આપવામાં આવતું નથી ઓછી માત્રામાં અનાજ અપાય છે.દુકાન સમયસર ન ખોલી લોકોને ધરમના ધક્કા ખવડાવાય છે.દુકાનદાર દ્વારા કાર્ડધારકને બીભત્સ ગાળો બોલાય છે.ઇ કૂપનાની ફી લેવા છતાં અનાજ ઓછું આપવાના ઇરાદે ઇ કૂપનાની રસીદ અપાતી નથી.આ પ્રશ્નો અંગે જવાબદાર અધિકારીને રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી.તો અમારી આ તમામ સમસ્યાઓનું નિરાકરણ કરી દુકાનદાર સામે શિક્ષાત્મક પગલાં ભરાય એવી માંગ કરી હતી.