Proud of Gujarat
FeaturedGujaratINDIALifestyleUncategorized

દહેજની કંપની ને નુકશાન થઇ રહ્યું છે નર્મદા નદી સુકાઈ જવાને કારણે

Share

પાણીની તંગીને કારણે દહેજમાં આવેલી ઈન્ડસ્ટ્રીઝને નુકસાન પહોંચી શકે છે અને નર્મદા નદીની ઈકોલોજીને પણ અસર થઈ શકે છે ત્યારે રાજય સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરી છે કે સરદાર સરોવર ડેમનો પાણીનો પ્રવાહ ૬૦૦ કયૂસેકથી વધારીને ૧૫૦૦ કયૂસેક કરી દેવામાં આવે.

ડેમમાંથી ઓછું પાણી છોડવાને કારણે ભરૂચ પાસેથી પસાર થતી નર્મદા નદી સુકાઈ રહી છે. મંગળવારના રોજ દહેજ ઈન્ડસ્ટ્રીસ અસોસિએશને મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી અને પાણીની આ ગંભીર સ્થિતિ વિષે જાણ કરી હતી.

Advertisement

નર્મદા ડિપાર્ટમેન્ટના એડિશનલ ચીફ સેક્રેટરી એમ.એસ.ડાગુરે યુનિયન મિનિસ્ટ્રી ઓફ એનવાયર્મેન્ટ, ફોરેસ્ટ એન્ડ કલાઈમેટ ચેન્જને એક લેટર લખ્યો છે અને નદીમાં વધારે પાણી છોડવાની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી, ૨૦૦૬માં નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા નક્કી કરવામાં આવ્યુ હતું કે, લઘુત્તમ ૬૦૦ કયૂસેક પાણી છોડવામાં આવશે. જો કે સરકારે સ્વીકાર્યું હતું કે પર્યાવરણને ધ્યાનમાં રાખીને જોઈએ તો ૬૦૦ કયૂસેક પાણી પૂરતું નથી. એમ.એસ.ડાગુરે લેટરમાં લખ્યું છે કે, આ પહેલા રિવરબેડ પાવર હાઉસ ઓપરેશન, ચોમાસા દરમિયાન થયેલા ઓવરફલોને કારણે ડાઉનસ્ટ્રીમમાં છોડવામાં આવતું પાણી પૂરતું હતુ. પરંતુ પાછલા ૨ વર્ષથી  મર્યાદાને કારણે અને ગોડબોલે ગેટ્સમાંથી છોડવામાં આવતું ૬૦૦ કયુસેક પાણી પૂરતું નથી.

ઉલ્લેખનીય છે કે રાજય સરકારને ધારાસભ્યો, અસરગ્રસ્ત લોકો, ફઞ્બ્ તરફથી પણ રજુઆત કરવામાં આવી છે, જેમાં ખારાશ વાળા પાણીની સમસ્યા, પાણીની નબળી ગુણવત્ત્।, પાણીનો પ્રવાહ, વગેરે વિષે ફરિયાદ કરવામાં આવી છે.

સૌજન્ય(અકિલા)


Share

Related posts

શાકભાજી માર્કેટમાં દબાણ દૂર કરવા ગયેલ વાપી પાલિકાની ટીમ પર ટોળાનો પથ્થરમારો, ચાર કર્મચારીઓને સામાન્ય ઇજા

ProudOfGujarat

ઝઘડીયા : રાજપારડી ગામે ગ્રામ પંચાયતના વિજેતા ઉમેદવારનું વિજય સરઘસ નીકળ્યુ

ProudOfGujarat

સુરત : એમ્બ્યુલન્સમાં મેડિકલ સ્ટાફ બનીને જુગારધામ પર સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા

ProudOfGujarat
error: Content is protected !!