વિશાલ મિસ્ત્રી રાજપીપળા
રાજપીપળા નજીક હનુંમનતેશ્વર ખાતે 65 લાખના ખર્ચે રિસોર્સ સેન્ટર બની રહ્યું છે,બાયોસેક્સ્યુઅલ વ્યક્તિઓને રિસોર્સ સેન્ટરમાં આશરો જ નહીં પરંતું પગભર થવા તાલીમ પણ આપવામાં આવશે.
રાજપીપળા સ્ટેટના યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલે પોતે સમલૈંગિક સબંધ ધરાવતા હોવાની વાત જાહેર કરી હતી.બાદ તેઓ લક્ષ ટ્રસ્ટ બનાવી સમલૈંગિકો માટે લડત ચલાવી રહ્યા છે.દેશમાં સમલૈંગિક સંબંધને સરકારી મંજૂરી મળે એ માટે સુપ્રીમમાં 3 પીટીશનો પણ દાખલ કરી હતી.ત્યારે હાલ એમણે રાજપીપળા નજીક હનુમંતેશ્વર વિસ્તારમાં પોતાની માલિકીના ખેતરમાં ગે-લેસ્બિયન લોકો માટે એક LGBTQ રિસોર્સ સેન્ટર બનાવવાનું નક્કી કર્યું છે.
રાજપીપલા નજીક હનુમંતેશ્વર વિસ્તારમાં માનવેન્દ્ર સિંહની માલિકીના ખેતરમાં આ સેન્ટર હાલ વિકસાવાઈ રહ્યું છે.આ બાબતે યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે જે લોકો ગે અથવા બાયોસેક્સ્યુઅલ હોય તેઓનો પરિવાર અને સમાજ તથા નોકરી સ્થળના લોકો એમને બહિષ્કૃત કરે છે.જેથી આવા લોકો રસ્તે રઝળતા થઈ જાય છે.તો આવા લોકોને આશરો મળી રહે તે માટે આ રિસોર્સ સેન્ટર વિકસાવાઈ રહ્યું છે.અહીંયા આવા બાયોસેક્સ્યુઅલ વ્યક્તિઓને આશરો જ નહીં પરંતું પગભર થવા તાલીમ પણ આપવામાં આવશે.હાલ જે બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે.તેમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ પૂર્ણ થયેથી આ કેન્દ્ર શરૂ કરાશે.આ રિસોર્સ કેન્દ્ર પાછળ 65 લાખ જેટલો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.અને તેના માટે નાણાં માટે ફન્ડિંગ ઉભું કરવા પ્રયત્ન ચાલી રહ્યા છે.
તો યુવરાજ માનવેન્દ્રસિંહના ખાસ વિદેશી મિત્ર આન્દ્રે એ જણાવ્યું છે કે ગે અને બાયોસેક્સ્યુઅલ લોકો માટે આ સેન્ટર આશાસ્પદ બની રહેશે અને તે માટે હું યુવરાજનો આભાર વ્યક્ત કરું છું.ઉલ્લેખનિય છે,કે આ જગ્યા પર પહેલા રાજપીપલા સ્ટેટના રાજવીઓએ એક પેલેસ ઉભો કર્યો હતો જે બાદમાં તોડી પડાયો હતો