ગુજરાત શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સાયન્સ અને ઘોરણ 10 નું પરિણામ જાહેર થઈ ગયું છે. હવે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે સવારે જાહેર થશે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું બોર્ડની પરીક્ષાનું પરિણામ આવતીકાલે જાહેર થશે. સવારે આઠ વાગ્યે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ http://GSEB.ORG પર પરિણામ જોઈ શકશે. તે ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સએપના માધ્યમથી પણ પરિણામ જોઈ શકશે. આ વોટ્સએપ નંબર પર 6357300971 પર સીટ નંબર મોકલી પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને એસઆર નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે.
દર વર્ષે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયા બાદ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થાય છે, ત્યારબાદ ધોરણ 10 નું પરિણામ જાહેર થાય છે. પરંતુ પ્રથમ વખત આ વર્ષે 12 સાયન્સના પરિણામ બાદ ધોરણ 10 નું પરિણામ જાહેર થયું હતું અને અંતમાં 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. 12 સાયન્સમાં ગત વર્ષ કરતાં ઘટાડો નોંધાયો છે, ત્યારે 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં વધશે કે ઘટશે તેને લઈને મુંઝવણ છે.