Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ-અંકલેશ્વર રોડ પર આંગડીયાના કર્મીની આંખમાં મરચુ નાંખી ચપ્પુની અણીએ 45 લાખની લૂંટ

Share

અંક્લેશ્વરની આંગડિયા પેઢીનો કર્મચારી ભરૂચ બ્રાન્ચ પરથી ₹ 45 લાખ રોકડા લઇ એક્ટીવા પર અંક્લેશ્વર જઇ રહ્યો હતો. દરમિયાનમાં ભુતમામાની ડેરી પાસે એક બાઇક પર આવેલાં 2 જણા ચપ્પુની અણીએ રોકી તેની આંખમાં મરચાની ભુકી નાંખી 45 લાખની લૂંટ કરી ફરાર થઇ ગયાં હતાં. અંક્લેશ્વર બી ડિવિઝન પોલીસે તુરંત એક્શનમાં આવી ચારેય તરફ નાકાબંધી કરાવી લૂંટારૂઓને શોધવાની કવાયત શરૂ કરી છે.

ભરૂચ અંક્લેશ્વરમાં આવેલી આંગડિયા પેઢીઓમાં લૂંટ કરતી ટોળકી પુન: સક્રિય થઇ હોય તેમ લાગી રહ્યું છે. અંક્લેશ્વરની મહેન્દ્ર સોમા આંગડિયા પેઢીમાં ફરજ બજાવતાં ભરત પટેલ તેમની એક્ટિવા પર ભરૂચ ખાતે આવેલી તેમની બ્રાન્ચ પર આવ્યાં હતાં. જ્યાંથી તેમણે રોકડા 45 લાખ લઇને તે રૂપિયા એક્ટિવાની ડેકીમાં મુકી અંક્લેશ્વર તરફ જવા રવાના થયાં હતાં.

કર્મચારી નર્મદા મૈયા બ્રીજ પસાર કરી ભુતમામાની ડેરી પાસે પહોંચ્યો હતો ત્યાં જ એક બાઇક પર આવેલાં બે શખ્સોએ તેને ચપ્પુની અણીએ રોક્યો હતો. તે કાંઇ સમજે તે પહેલાં જ તેની આંખોમાં મરચાની ભુકી નાંખી દઇ તેની એક્ટિવાની ડેકીમાંથી ₹45 લાખ રૂપિયા લઇ ત્યાંથી ફરાર થઇ ગયાં હતાં.

Advertisement

ઘટનાની જાણ થતાં અંક્લેશ્વર પોલીસ તુરંત એક્શનમાં આવી ગઇ હતી. બીજી તરફ એલસીબી-એસઓજીની ટીમોને પણ સતર્ક કરવા સાથે આસપાસના અન્ય પોલીસને જાણ કરી અલગ અલગ જગ્યાએ નાકાબંધી કરી ચેકિંગ શરૂ કર્યું હતું. લૂંટારુંઓની ભાળ મેળવવા CCTV પણ તપાસાઈ રહ્યાં છે.


Share

Related posts

ફૂલોનાં મૂલ્યવર્ધન થકી આવક બમણી કરતાં કાલોલનાં પ્રગતિશીલ ખેડૂત.

ProudOfGujarat

મોબાઇલ સ્નેચિંગ કરી ભાગતા ઇસમને અંકલેશ્વર શહેર પોલીસે ઝડપી પાડી અનેક મોબાઈલ કબ્જે કર્યા.

ProudOfGujarat

રિલાયન્સએ ગૂગલની સાથે મળીને લોન્ચ કર્યો જિયોફોન નેક્સ્ટ, જાણો ક્યારથી શરૂ થશે વેચાણ..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!