માંગરોળ ગ્રામ પંચાયતમાં વહીવટદારના રાજમાં ગ્રામ પંચાયતનો વહીવટ એકદમ કથળીને ખાડે જતા ભર ઉનાળે ગામના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે તેમજ ગામમાં કચરો ઉપાડવાનું વાહન બગડી જતા ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય વ્યાપી ગયું છે. તાલુકા મથકનું માંગરોળ ગામ મોટી વસ્તી ધરાવે છે અને આ ગ્રામ પંચાયતનું વિભાજન થતાં સરપંચની ચૂંટણી યોજાઈ નથી જેથી છેલ્લા દોઢ વર્ષથી વહીવટદારથી ગ્રામ પંચાયતનો વહીવટ ચાલે છે આ બાબતે આર.ટી.આઇ એક્ટિવિસ્ટ અને જાગૃત નાગરિક ધર્મેન્દ્રભાઈ બારોટ એ જણાવ્યું કે વહીવટદાર અને તલાટી બંને યોગ્ય રીતે ફરજ બજાવતા નથી જેને કારણે ગ્રામજનોને પોતાના કામ માટે પણ ધક્કા ખાવા પડે છે. કચરો ઉપાડવા માટેનું વાહન અગાઉ બગડી જતા મોટો ખર્ચ કરી રીપેર કરાયું હતું છતાં આ વાહન આજે બંધ હાલતમાં પડેલું છે.
માંગરોળ ગ્રામ પંચાયત કોઈ ધણી ધોરી વિનાની બની છે ભર ઉનાળે પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે ત્યારે શુદ્ધ પાણી પૂરું પાડવાની જવાબદારી સરકાર અને તેના અધિકારીઓની છે. આ બાબતે મેં તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂ મળી લોક સમસ્યાનું નિરાકરણ કરવાની માંગ કરી છે છતાં તેઓ કોઈ ધ્યાન આપતા નથી જેનો ભોગ નિર્દોષ પ્રજાજનો બની રહ્યા છે. માંગરોળનો શુદ્ધ પાણીનો પ્લાન્ટ બગડી જતા બાજુના મોસાલી ગામમાં વધુ નાણાં ખર્ચી ગ્રામજનોએ પીવાનું પાણી લેવા માટે ભર ઉનાળામાં જવું પડે છે કથડેલા વહીવટને કારણે અન્ય કોઈ વ્યવસ્થા નહીં થતા રોજે રોજનો કચરો ગામમાં જમા થતા ગંદકીનું સામ્રાજ્ય વ્યાપી ગયું છે સવાર થતા પીવાનું પાણી અને કચરાનો મોટો પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે ત્યારે ગ્રામ પંચાયતનો વહીવટ કરતા વહીવટદાર અને તલાટી ક્રમ મંત્રી ની સીધી જવાબદારી તેમની બની રહી છે જેથી સમગ્ર સરકારી તંત્ર ઉપર તીવ્ર આક્રોશ લોકોમાં જોવા મળે છે. આ બાબતે માંગરોળ તાલુકા પંચાયત બેઠકના ચૂંટાયેલા સદસ્ય અને તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા મોહનભાઈ કટારીયા એ તીવ્ર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે પીવાના પાણી અને કચરા ના મુદ્દે ગ્રામ પંચાયતના જવાબદારોને મેં રજૂઆત કરી છે છતાં તેઓ ફરજમાં બેદરકાર બની કોઈ પણ પ્રકારનું ધ્યાન આપતા નથી જેનો ભોગ ગામના નિર્દોષ પ્રજાજનો બની રહ્યા છે આ સમસ્યાનું નિરાકરણ ટૂંક સમયમાં અધિકારીઓ નહીં લાવે તો અમારે ન છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતીક ધરણા અને આંદોલન કરવાની ફરજ પડશે.
વિનોદ મૈસૂરિયા : વિનોદ મૈસૂરિયા