પોલિયોમેલાઇટિસ જેને પોલીયો તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય શબ્દોમાં પોલીયો એટલે શિશુઓનો લકવો. રાજ્યભરમાં પોલીયોને નેસ્તનાબૂદ કરવામાં માટે પોલીયો વેકસીનના એસ.એન.આઈ.ડી. રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે નર્મદા જિલ્લા કલેક્ટર અને ડીડીઓના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા રવિવારના રોજ ૦-૫ વર્ષના ભુલકાઓને નિશુલ્ક રસી પિવડાવીને પોલીયો રોગથી સુરક્ષિત કર્યા હતા.
નર્મદા જિલ્લાના તાલુકા સ્તરે ૧૭૪ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, જિલ્લાના દરેક આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલો, બસ સ્ટેશનો ઉપર બુથનું આયોજન કરવામાં આવ્યું હતું. બુથ લેવલે આશરે ૪૭,૫૦૦ માંથી ૪૫,૪૦૦ બાળકોને આવરીને ૯૫.૪૫ ટકા બાળકોને શિશુ લકવાથી સુરક્ષિત કરીને આરોગ્ય વિભાગે રાજ્ય-રાષ્ટ્ર સહિત વિશ્વને પોલીયો રોગથી મુક્ત કરાવવા માટે ખુબ જ સરાહનીય કામગીરી કરી હતી.
દીપક જગતાપ, રાજપીપલા