Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં બાઇક સ્લિપ થતા યુવક પર ડમ્પર ફરી વળતાં ઘટના સ્થળે જ મોત

Share

અમદાવાદમાં અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. બેફામપણે ચાલતાં ભારે વાહનોને કારણે નાના વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યાં છે. શહેરમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં મોટર સાયકલ લઈને જતાં યુવક સ્લીપ ખાઈ ગયો હતો અને સામેથી આવી રહેલા ડમ્પરની નીચે કચડાઈ જતાં તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ શહેરમાં ગોદરેજ ગાર્ડની સિટીમાં એક યુવક મોટરસાયકલ લઈને પસાર થઈ રહ્યો હતો. તે સમયે જ એક ડમ્પર સામેથી આવી રહ્યું હતું. જેમાં યુવકનું મોટર સાયકલ સ્લિપ થતા તે સામેથી આવી રહેલા ડમ્પર નીચે કચડાઈ જતા ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો. આ અકસ્માતની ઘટના CCTV માં કેદ થઈ ગઈ હતી. આ અકસ્માત સમયે ત્યાં હાજર આસપાસના લોકોના પણ યુવકને જોઈ હોશ ઉડી ગયા હતા. ઘટના અંગે પોલીસને જાણ કરતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે એક શખ્સને ગાંજા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…..

ProudOfGujarat

સુરતમાં વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો, ટીશર્ટ પર લખ્યું ગેમ ઓવર, એટીકેટીમાં આ પગલું ભર્યાની આશંકા.

ProudOfGujarat

ભરૂચ : આજરોજ દશાલાડની વાડીમાં ઉકાળા તેમજ આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!