સરકાર તરફથી ચાલતા મીશન લાઈફ અંતર્ગત એક્શન પ્લાન ફોર ઈવેન્ટસ ટુ બી હેલ્ડ બીફોર 5 જુનને લઈ રોજીંદા જીવનમાં નજીવા ફેરફારોને ઓળખવા તથા આપણા પર્યાવરણને અનુકૂળ થઈ એને બચાવવા જાહેર જનતાને સંદેશ આપવા માટે અમરેલી જિલ્લામાં આવેલ મહત્વની સાવરકુંડલા નોર્મલ રેન્જ ગીર પુર્વ વન વિભાગ ધારી તથા સહયોગી સંસ્થા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાવરકુંડલા શહેરના જાહેર રસ્તાઓ પર પર્યાવરણ બચાવવાના જાહેર સુત્રોચ્ચાર સાથે વિશાળ સાઈકલ રેલી યોજવામાં આવી હતી. જેમાં કેટલાક વિદ્યાર્થીઓ, વનવિભાગના ઓફિસરો, કર્મચારીઓ, પર્યાવરણ પ્રેમીઓ, પ્રકૃતિ પ્રેમીઓ આ રેલીમા જોડાયા હતા અને શહેરના મુખ્ય માર્ગ ઉપર આ સાઇકલ રેલી પસાર થઇ હતી. સમગ્ર સાઇકલ રેલીમાં અમરેલીના સાંસદ નારણ કાછડીયા દ્વારા લીલી જંડી આપી રેલીને પ્રસ્થાન કરાવતા જાગૃતિ આવે તે માટે સુત્રોચ્ચાર સાથે રેલી અલગ અલગ વિસ્તારમાં ફરી હતી.
અમરેલી : સાવરકુંડલા શહેરમાં પર્યાવરણ બચાવવાની જાગૃત્તિના ભાગરૂપે સાઈકલ રેલી યોજાઇ.
Advertisement